પેપરની પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બોર્ડ સુત્રોનો દાવો છે કે, આ વખતે વહેલાસર બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ પેપર ચકાસવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. ગત વર્ષ કરતાં વધુ શિક્ષકોને આ કામમાં જોડતાં આ કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. સુત્રોનું કહેવું છે કે, હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ ચકાસણીની કામગીરી પૂર્ણઃ થશે. મે મહિના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ છે. ધો.10 અને12ના બંને પ્રવાહ સાથે 15 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે.