ઈન્ટરનેટ પર ઘણા ડાન્સ વીડિયો વાયરલ થતા રહે છે, જેને જોઈને લોકો દિવાના થઈ જાય છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં માતા-પિતા થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્રયાસ કરે છે.
પત્ની રોમેન્ટિક ડાન્સ કરીને પતિને રીઝવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ તેનો પુત્ર આવે છે અને તે પણ તેની માતાને જોઈને નાચવા લાગે છે. બંને પતિ-પત્ની શરમાઈ જઈને પાસે જાય છે અને પુત્ર સાથે ડાન્સ કરે છે. લોકોને આ વીડિયો ખુબ જ ગમી રહ્યો છે.