પ્રાણીઓ માણસોની જેમ જ લડે-ઝગડે પણ છે. ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપમાં, બે હાથીઓ તેમની સૂંઢ અને દાંતોથી સાથે એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. બંને પ્રાણીઓ ગુસ્સામાં એકબીજાને ધક્કો મારતા જોઈ શકાય છે.
સુશાંત નંદાએ પોસ્ટને કેપ્શન આપ્યું, “જ્યારે ટાઇટન્સ એકબીજા સાથે અથડાય છે, ત્યારે જંગલ ધ્રૂજે છે…” એક યુઝરે વિડિયો પર ટિપ્પણી કરી, “લાગે છે કે બે ભાઈઓ રિમોટ માટે લડતા હોય.” અન્ય એક યુઝરે લખ્યું, “પૂંછડી હલાવવી એ હાથીઓ માટે અન્ય હાથીઓને દૂર રહેવાની ચેતવણી આપવાનો એક માર્ગ છે. તે હાથીઓ માટે તેમનું વર્ચસ્વ બતાવવાનો પણ એક માર્ગ છે.”