દુનિયામાં ભેજાબાજ લોકોની કોઈ કમી નથી, જેઓ પોતાની સર્જનાત્મકતા અને જુગાડ ટેકનિકથી એવું કંઈક કરી દેતાં હોય છે જે બીજાને ચોંકાવી દે છે. સોશિયલ મીડિયા પર પણ આવા લોકોના જુગાડ સાથે જોડાયેલા વીડિયો દરરોજ જોવા મળે છે. આપણા દેશમાં લોકોનું જુગાડ દ્વારા કેટલીક સમસ્યાઓનું સમાધાન શોધવું એ સહજ બાબત છે, પરંતુ કેટલાક લોકો તેમના પ્રાણીઓની સુવિધા માટે જુગાડ ટેક્નોલોજીનો સહારો લેતા જરાય શરમાતા નથી. આ સંદર્ભમાં, એક રમુજી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ ગાયના માથા પર હેડલાઇટ લગાવી છે, જેનાથી તે રાત્રિના અંધારામાં પણ ઘાસ ચરી શકે.
આ વીડિયો X પર @Enezator નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે – સ્વિસ વૈજ્ઞાનિકોની નવીનતમ શોધ… વીડિયોમાં એક ગાય રાતના અંધારામાં ઘાસ ખાતી જોવા મળે છે અને તેના માથા પર હેડલાઇટ લગાવેલી છે. જેના કારણે તે રાત્રિના અંધકારમાં પણ ઘાસને સ્પષ્ટપણે જોઈ શકે છે. આ હેડલાઈટ તેના બે શિંગડાની વચ્ચે બેલ્ટની મદદથી લગાવવામાં આવી છે.સામાન્ય રીતે લોકો માથા પર હેડલાઈટ લગાવીને ખાણોમાં કામ કરે છે, પરંતુ આ ગાય રાત્રે ઘાસ ચરી શકે તે માટે તેના માથા પર હેડલાઈટ લગાવવામાં આવી છે. આ વીડિયોને શેર કરવામાં આવ્યો ત્યારથી તેને 1 મિલિયન વ્યૂઝ મળ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે. એક યુઝરે લખ્યું છે – આ એક શાનદાર આઈડિયા છે, જ્યારે બીજાએ લખ્યું છે – આગામી શોધ એ હશે કે ગાયની આંખો પર નાઈટ વિઝન ચશ્મા લગાવવામાં આવશે.