જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી જલારામ બાપા કોણ ભૂલી શકે. આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમીમાં મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કર હતી. 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વપ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્ર્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે.૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યા તરફથી ૨૨ અને ૨૩ બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો છે. પ્રસાદની તૈયારી માટે વીરપુરના ૫૦ જેટલાં સ્વયં સેવકોનું મંડળ અયોધ્યા પહોંચી ગયું છે. અને ત્યાં દરરોજ પંદરથી વીસ હજાર જેટલા બોક્ષ પ્રસાદીના તૈયાર કરી રહ્યું છે.
૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ૨૨ અને ૨૩ જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે.આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી ૫૦ જેટલા સ્વયમ સેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે પ્રસાદ બનાવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.
આ સ્વયમ સેવકો દ્વારા પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે. અને આ પ્રસાસ બોક્ષમાં આપવાનો હોવાથી સ્વયં સેવકો દ્વારા દરરોજ પ્રસાદ બનાવી પંદરથી વીસ હજાર બોક્ષ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અંદાજીત એક લાખ જેટલાં દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ, ચુલાઓ વગેરે વાસણો તેમજ અનાજ કરિયાળું પેલાંથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે અયોધ્યા ખાતે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યા તરફ થી 22 અને 23 જાન્યુઆરીના રોજ જે મગજના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તે જ રીતે વીરપુર પૂજ્ય જલારામ બાપાના મંદિરે પણ ભાવિકોને મજગનો પ્રસાદ અપાશે,
પ્રસાદ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લાને સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તે થાળ વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ હોવાનું ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ અગાઉ જ જાહેરાત કરેલી છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા વીરપુર આવતા ભવિકોમાં તેમજ વીરપુર વાસીઓમાં અત્યાર થીજ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.