પાકિસ્તાનના બહાવલપુરથી અરબી સમુદ્રમાં જન્મેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે મે મહિનામાં જ ગુજરાતને તરબોળ કરી દીધું છે. પાકિસ્તાનના બહાવલપુરથી પ્રવેશેલા વિક્ષેપને કારણે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડું સર્જાયું છે.હવામાન વિભાગે પવનની વધતી ગતિ અને ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એલર્ટ જાહેર કર્યું છે. આગામી કેટલાક કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ મહેસાણાના બેચરાજીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના માથે વરસાદની ઘાત ગઈ નથી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હકીકતમાં ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાનના બહાવલપુરથી નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદે ભારે કરી હતી.
હવામાન ખાતાના સુત્રોએ ગુજરાત બ્રેકિંગ સમક્ષ જણાવ્યા અનુસાર, માત્ર પવનની ગતિ જ નહીં, લાંબા સમય સુધી સ્થિરતા પણ પરેશાન કરે છે. આ જ કારણ છે કે અમદાવાદમાં રવિવારે દેમાર વરસાદ નોંધાયો છે. આ સમયે હવામાનની સ્થિતિ ગંભીર છે. છેલ્લા પાંચ દિવસમાં ત્રણ વખત ઝડપી પવનો ફૂંકાયા છે અને તેની સાથે ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. બીજી તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30મી મેના રોજ સક્રિય થવાની સંભાવના છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર 900 મીટર દરિયાઈ એકમ પર કામ કરી રહ્યું છે જેની અસર પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના હવામાન પર વ્યાપક પ્રમાણમાં વર્તાય એવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. રાજ્યમાં હજી વરસાદી વાતાવરણ પજવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને હાલ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.