સમગ્ર ઓગસ્ટ કોરા જેવો રહ્યા બાદ જન્માષ્ટમીથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોને મોટી રાહત પહોંચાડી છે તો લોકોને પણ ગરમી અને બફારામાંથી મૂક્તિ અપાવી છે. બે દિવસ સતત ધોધમાર વરસાદને પગલે ઉકાઈ સહિતના દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવી આવક ઉમેરાઈ છે.
ઉકાઈ ડેમની જો વાત કરીએ તો, ઉપરવાસના વરસાદને પગલે આજે સવારથી ઈન્ફલો 44060.00 ક્યુસેક નોંધાઈ રહ્યો છે. સુરત સ્થિત વિયરકમ કોઝવેની સપાટી રાતોરાત ફરી 6 મીટર ઉપર પહોંચી જતાં સિઝનમાં બીજી વખત તેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સિંગાપોર વિયર કમ કોઝવેનું સ્તર 6.09 મીટર બપોર સુધીમાં છે. ઓગસ્ટ મહિનો કોરા જેવો રહેવાને કારણે ઉકાઈનું જળસ્તર હજી ઓછું છે.
હાલ ડેમમાં 800.00 ક્યુસેક પાણી જ ઉમેરાઈ રહ્યું છે. તાપી નદીના જળસ્તરમાં જેનો વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઝવે બંધ થવાને પગલે આશરે 10 લાખ લોકોને લાંબું ચક્કર કાપવાની ફરજ પડશે અને કોઝવે શરૂ ન થાય ત્યાં સુધી હેરાનગતિનો સામનો કર્યે જ છૂટકો રહેશે.