ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. છેલ્લા બે દિવસથી તો મેઘરાજા મંદ પડ્યા હોય, તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યાં છે. જો કે હવે વરસાદથી ભરપુર અષાઢ મહિનો શરૂ થઈ જતાં આગામી દિવસોમાં ફરીથી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના માથા ફરી એક નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદને ઓરેન્જ અલર્ટ અપાયું છે.
ગુજરાતમાં 8 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે.તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે.જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે.હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.
આજે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.
આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ દરમિયાન નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.