બનાવટી દવાઓના ઉત્પાદનના આરોપમાં ભારત સરકારે 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે 20 રાજ્યોમાં સંખ્યાબંધ ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યા પછી આ નિર્ણય લીધો છે.
સત્તાવાર સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે દેશમાં નકલી દવાઓના ઉત્પાદનને જડમૂળથી ઉખેડી નાખવા માટે ફાર્મા કંપનીઓ સામે વિશેષ કાર્યવાહી અભિયાન ચલાવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે DCGIએ 26 ફાર્મા કંપનીઓને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. છેલ્લા 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે.
જે કંપનીઓ સામે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્ય પ્રદેશમાં 23 કંપનીઓ છે. આ તમામ કંપનીઓ પર નકલી દવાઓ બનાવવાનો આરોપ છે. ભૂતકાળમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા દવાઓના મામલે એમેઝોન અને ફ્લિપકાર્ટને પણ નોટિસ મોકલવામાં આવી હતી. બંને પર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940નું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત 20 કંપનીઓને આવી નોટિસ મોકલવામાં આવી હતી.