સુરત સહિત ગુજરાત અને મુંબઈના 14 સ્થળો પર ઈડી ત્રાટકી છે. ઈડીએ ટાવર ઈન્ફોટેક લિમિટેડ અને પિનકોડ સમૂહ વિરુદ્ધ સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી 156 કરોડ રૂપિયા અને 638 કરોડ રૂપિયાના કૌભાંડ માટે નોંધાયેલી એફઆઈઆરના આધારે કેસ નોંધ્યો હતો. હવે પાવર બેન્ક એપના આ મામલે પણ ઈડીએ કાર્યવાહી કરી છે. ઈડીએ સુરત અમદાવાદ અને મુંબઈમાં સર્ચ હાથ ધરતાં 25 લાખ રોકડા, 10 કરોડના દાગીના જપ્ત કરવા સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુાર, ઈડીએ બુધવારે કોલકાતા, સિલીગુડી સહિત પશ્ચિમ બંગાળના અલગ-અલગ શહેરોમાં બે ચિટફંડ કંપનીઓના 15 સ્થળોએ સર્ચ કર્યું હતું. આ કાર્યવાહીને તપાસના તથ્યોને આધારે આગળ વધારતાં પાવર એપ બેન્ક મામલામાં શુક્રવારે સુરત સેજ અને અમદાવાદ અને મુંબઈમાં 14 સ્થળોએ તલાશી લેવામાં આવી હતી.ઈડીના જણાવ્યા મુજબ, આ ચીટ ફંડ કંપનીઓ આકર્ષક વળતરની લાલચ આપી ઉંચા વ્યાજદરો રજૂ કરી નાણા ઉસેટી લઈ લોકો સાથે કરોડો રૂ.ની છેતરપિંડી કરી છે. સમગ્ર મામલો બહાર આવતાં હવે પિનકોન અને ટાવર જૂથના ડિરેકટરોના આવાસો પર દરોડા પાડવામાં આવ્યા છે.
શરૂઆતની તપાસમાં મનોરંજન રાય, હરિસિંહ અને લાભાર્થી સુભારતી બેનર્જી, સંજય બસુ અને મીના ડે, રામેન્દ્રુ ચટ્ટોપાધ્યાય અને ઈન્ડિયન સ્ટ્રકચરલ એન્જીનિયરિંગ કંપનીના નામો વરૂણીમાં આવ્યા બાદ તપાસ આગળ વધતાં પાવર બેન્ક એપ્લિકેશન ફ્રોડ પ્રકરણમાં આરએચસી ગ્લોબલ એકસપોર્ટસ લિમિટેડના ડિરેકટર વૈભવ દીપક શાહ અને તેમના સહયોગીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઈડીએ બીએસઈ લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડને લગતી 14 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. સર્ચ દરમિયાન 25 લાખ રોકડા, સોનુ, હીરા, કિંમતી સામાન સહિત કરોડોનો મુદામાલ જપ્ત થયો છે.