વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે ઉભી કરવામાં આવી છે.વિશ્વભરનાં સહેલાણીઓ બારેમાસ અહી પ્રવાસે આવે છે. સહેલાણીઓના આકર્ષણ માટે અહી નાઈટ સફારી સહીત અનેક સુવિધા છે જે લોકોને દુરદુરથી અહીં ખેંચી લાવે છે.
વડોદરાથી વાયા ડભોઈ જતો એસ.ઓ.યુ. રસ્તો માર્ગ અને મકાન વિભાગે રાજય ધોરી માર્ગના પ્રોજેક્ટ હેઠળ તૈયાર કર્યો છે. પ્રવાસી વાહનોને રાત્રે પણ કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે.આ સ્ટ્રીટ લાઈટનું બિલ ડભોઈ નગરપાલિકાનાં નામ પર છે.હકીકતમાં, આ વાત શાસક પક્ષનાં ફાયરબ્રાન્ડ ગણાતા શૈલેષ મહેતા (સોટ્ટા)એ ફરિયાદ કરતાં બહાર આવી છે.
વિધાનસભા ગૃહમાં પુરક બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા બીજી ટર્મ માટે ચૂંટાયેલા સોટ્ટાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર, માર્ગ અને મકાન વિભાગે હાઈવે પર સુવિધા ઉભી કરી પણ એનું બિલ પોતે ભોગવવાને બદલે પાલિકા પર નાખ્યુ છે. માર્ગ અને મકાન વિભાગના આ પગલાંને કારણે પાલિકાનું વીજ બિલ 30 ટકા વધી ગયુ છે. બિલ નહીં ભરાવાથી પાલિકાનાં કનેકશન કપાઈ જતા હોય છે.ત્યારે વારિગૃહો, વોટર વર્કસના વીજ બીલ સરકાર ભરે છે. એ રીતે સ્ટ્રીટ લાઈટના બિલ પણ સરકારે ભરે તો સ્થિતિનું નિર્માણ ન થાય.