મુંબઈગરાંઓ માટે બે વર્ષ બાદ ખુશીના સમાચાર આવી રહ્યા છે. મુંબઈ ફેબ્રુઆરીના અંતથી તમામ નિયંત્રણોમાંથી આઝાદ થઈ જશે. જો કે સ્વાભાવિક રીતે માસ્કનું બંધન હજી મુંબઈગરાંઓનો પીછો નહીં છોડશે. મુંબઇમાં કોરોનાના કેસો ઝડપભેર કાબૂમાં આવી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, મહાનગરમાં વયસ્કોનું 100 ટકા વેક્સિનેશન ચાલુ અઠવાડિયાના અંતે પુરું થઇ જશે. આ સંજોગોમાં મહાનગરના મેયર મુંબઇને 1 માર્ચથી મુંબઈને પૂર્ણ રીતે ખોલી નાખવાની જાહેરાત કરશે.
read more: બિકિની, ઘૂંઘટ કે જીન્સ, મરજીનાં કપડાં પહેરવા એ મહિલાઓનો બંધારણીય હક : પ્રિયંકા ગાંધી
ઉલ્લેખનીય છે કે, બે વર્ષમાં પ્રથમ વખત આ સપ્તાહ એવું ગયું છે જેમાં કોઇ ઇમારત કે એરિયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો નથી. મુંબઈ પાલિકાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં મહાનગરમાં કોરોનાકાળમાં 66 હજાર જેટલી ઇમારતોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાઈ હતી.
5 કરોડ જેટલા બાળકોમાંથી 15 થી 17 વર્ષના વયના આ બાળકોમાં 68 ટકા વેક્સિનેશન એટલે કે પ્રથમ ડોઝ આપી દેવાયો છે. કેન્દ્ર સરકારની મંજુરી મળતાં જ 5 થી 12 વર્ષના બાળકોને વેક્સિન પણ તંત્ર તેની રીતે સજ્જ છે.