ઇન્ડિયન પ્રીમિયર લીગની 2022ની આવૃત્તિમાં અમદાવાદની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ તરીકે ઓળખાશે. અગાઉ આ નામ અમદાવાદ ટાઈટન્સ હોવાની અટકળ લગાવાઈ હતી. ગુજરાત ટાઈટન્સે સોશિયલ મિડીયામાં આ જાહેરાત કરતી પોસ્ટ શેર કરી છે.
read more: મુંબઈગરાં થશે માસ્ક સિવાયની તમામ કોવિડ ગાઈડલાઈન્સથી સંપૂર્ણ આઝાદ
ટીમનું નેતૃત્વ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા કરશે. કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આશિષ નેહરાને નિયુક્ત કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને યુવા ભારતીય બેટિંગ પ્રતિભા શુભમન ગિલની ટીમના સભ્યો તરીકે અત્યાર સુધીમાં પસંદ થઈ ચૂકી છે.
વિક્રમ સોલંકી ડિરેક્ટર ઓફ ક્રિકેટનું પદ સંભાળશે. ગેરી કર્સ્ટન ટાઇટન્સના મેન્ટર અને બેટિંગ કોચ તરીકે કામ કરશે.