ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વોટ્સએપ પર વીડિયો કોલ પર અશ્લીલ મેસેજ કરવામાં આવ્યા હતા. સાંસદે ટીટીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસની પકડથી આરોપી હજી દુર છેે.
પોલીસના કહેવા મુજબ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને રવિવારે સાંજે મોબાઈલ નંબર 82807-74239 અને 63716-08664 પરથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો. જેમાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહને એક અશ્લીલ વીડિયો બતાવવામાં આવ્યો હતો અને પછી મેસેજ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે વાત ન કરી ત્યારે અશ્લીલ વીડિયોમાંથી એક ફોટો મોકલવામાં આવ્યો જેમાં સાંસદ અને યુવતીનું રેકોર્ડિંગ હતું. વોટ્સએપ વિડીયો કોલરે માંગણી કરી અને જો માંગ નહી સંતોષાય તો વાયરલ કરવાની ધમકી આપી હતી.
read more: ખાતુ ખોલાવીને યૂપીઆઈ પેમેન્ટથી ભીખ માંગે છે બેતિયાના આ મહાશય
મામલાની ગંભીરતાને જોતા ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે કલમ 354, 507 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે.
નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર વોટ્સએપ કોલ કરીને યુવતીઓની વીડિયો ક્લિપીંગ ચલાવીને લોકોને બ્લેકમેલ કરતી ગેંગ ઘણા સમયથી સક્રિય છે. ઘણા કિસ્સાઓમાં, લોકો ફરિયાદ પણ કરતા નથી અને અપશબ્દોને કારણે, તેઓ ગેંગની જાળમાં ફસાઈ જાય છે. હવે જોવાનું એ રહે છે કે સાંસદને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતી ટોળકીનો ક્યાં સુધી પર્દાફાશ થાય છે.