કોરોનાની ત્રીજી લહેરના સંપૂર્ણ વળતા પાણી અને આ રોગ વિશે દુનિયામાં ઘટતા ડર વચ્ચે ભારતમાં વધુ એક કોરોના વેકિસનનું આગમન થયું છે. ઇન્ડિયન ડ્રગ કંટ્રોલ રેગ્યુલેટરીએ રશિયાની સીંગલ ડોઝ સ્પુતનિક-5 લાઈટ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
સ્પુતનિક લાઈટ એ ભારતમાં નવમી વેક્સિન બનશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે દેશની કોવિડ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.
read more: ભોપાલ સાંસદ સાધ્વી પ્રજ્ઞા પર આવ્યો અશ્લીલ વીડિયો વોટ્સએપ કોલ
સ્પુતનિક- 5 લાઈટ એ સીંગલ ડોઝ વેક્સિન છે અને તે પ્રાથમિક પ્રયોગમાં સફળ રહી છે. અગાઉ ભારતમાં સ્પુતનિક-5ને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેનો મર્યાદિત ઉપયોગ કર્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર હવે 12 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન આપવાનો પ્રોગ્રામ પણ ટુંક સમયમાં જાહેર કરશે.