તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં બબીતાજીના પાત્રથી લોકપ્રિય એવી અભિનેત્રી મુનમુન દત્તાની આજે ધરપકડ થઈ હતી. હાંસીમાં એસસી-એસટી એકટ હેઠળ નોંધાયેલા કેસમાં બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા ડીએસપી વિનોદ શંકર સમક્ષ ઉપસ્થિત થઇ હતી.
પોલીસે આ અભિનેત્રીની ધરપકડ કરી હતી. લગભગ ચારેક કલાકની પૂછપરછ બાદ તેમનું નિવેદન નોંધી મુનમુન દત્તાને વચાગાળાના જામીન પર છોડવામાં આવ્યા હતા.
read more: ‘મહાભારત’માં ભીમનું પાત્ર જીવંત કરનાર અભિનેતા પ્રવીણ સોબતીનું આર્થિક મોરચે લડતાં-લડતાં 74 વર્ષની વયે નિધન
એ પૂર્વે મુનમુન દત્તા જ્યારે હાઈકોર્ટના વકીલ અને બે સુરક્ષાકર્મીઓ અને બાઉન્સરો સાથે ડીએસપી કાર્યાલય પહોંચી ત્યારે તેમની એક ઝલક મેળવવા ભારે ભીડ એકત્રિત થઈ હતી. માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ ગત વર્ષે ૯ જાન્યુઆરીએ યૂટ્યુબ પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ સામે કથિત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરતાં તેમની સામે એસસી એસટી એકટ હેઠળ કેસ દાખલ થયો હતો.