કદાવર અભિનેતા અને સ્પોર્ટ્સમેન પ્રવીણકુમાર સોબતીએ 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કરી છે. બીઆર ચોપરાની સિરિયલ ‘મહાભારત‘માં ભીમની ભૂમિકાથી તેમણે કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું હતું. તેમણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી.
હેમર અને ડિસ્ક્સ થ્રોમાં પારંગત પ્રવીણ કુમારે એશિયન ગેમ્સમાં ચાર મેડલ પણ જીત્યા હતા. તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રમતમાં શાનદાર પ્રદર્શન માટે પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કાર એનાયત થયો હતો.
read more: હવામાં રોમાંસ…! આ એરલાઇન કંપની આપે છે 45 મિનિટ માટે ખાસ પ્લાન
પ્રવીણ કુમારને સ્પોર્ટ્સ પર્સન તરીકે સીમા સુરક્ષા દળમાં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી. પ્રવીણ કુમારનો જીવ અભિનયમાં હતો અને તેમને પોતાના કદાવર શરીરનો લાભ ઊઠાવી અભિનયમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું.
પ્રવીણ કુમાર સોબતી તાજેતરમાં જ પોતાની આર્થિક બદહાલી અને નાદુરસ્તીનો વાસ્તો આપી સરકાર સમક્ષ પેન્શનની વિનંતી કરી હતી.