જો તમે બિહારના બેતિયા રેલવે સ્ટેશન પરથી પસાર થાવ તો એક અલગ જ પ્રકારના ભિખારી પર તમારું ધ્યાન ગયા વગર નહીં રહેશે. એ છે બિહારનો ડિજિટલ ભિખારી રાજૂ. રાજૂએ આ ટેકનીક અપનાવી લીધી છે. રાજૂ નામનો આ ભિખારી નાનો હતો ત્યારથી રેલવે સ્ટેશન પર ભીખ માગતો આવ્યો છે. સમય બદલાયો અને હાલ ડિજિટલ પેમેન્ટનો યુગ ચાલી રહ્યો છે. રાજૂએ જમાના સાથે ચાલતાં ભીખ માગવાની સ્ટાઈલ પણ બદલી નાખી છે. રાજૂ હવે લોકો પાસે ગૂગલ પે કે પછી ફોન પે દ્વારા ભીખ માગે છે. રાજૂ ચારેતરફ તેની આ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે.
રાજૂ કહે છે કે, તે પીએમ મોદીની મન કી બાત સાંભળવાનું ચૂકતો નથી. તે છેલ્લાં ત્રણ દશકાથી આસપાસના વિસ્તારમાં ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. રાજૂની ભીખ માંગવાની સ્ટાઈલ પણ એવી જોરદાર છે કે સામેની વ્યકિત ખુશી ખુશી તેને ડિજિટલ ભીખ આપી રહ્યાં છે.
read more: RSS વડા મોહન ભાગવતે હરિદ્વારની ધર્મ સંસદ પર કહ્યું, તેને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથી
રાજૂએ જણાવ્યું કે, લોકો પૈસા છૂટ્ટા ન હોવાના કારણે ભીખ આપવાનો ઈનકાર કરતા હતા. કેટલાંક મુસાફરો કહેતા કે, ફોન પે કે પછી ગૂગલ પે કે પછી અન્ય ઈ વોલેટના જમાનામાં ખિસ્સામાં રોકડા લઈને કોણ ફરે છે. એના કારણે ભીખ મળવામાં મુશ્કેલી આવતી હતી. એટલે રાજૂએ બેંક એકાઉન્ટ ખોલાવ્યું. ખૂબ જ ધક્કા ખાધા પછી તેનું ખાતુ ખૂલ્યું હતું. એ પછી તેણે ઈ વોલેટ પણ બનાવી દીધું. હવે તે ગૂગલ પે કે ફોન પે દ્વારા ભીખ માગી રહ્યો છે. કેટલાંક લોકો તેને રોકડા પૈસા આપે છે તો કેટલાંક લોકો ઈ ભીખ પણ આપે છે.
રાજૂએ જણાવ્યું કે, એક ભિખારી હોવાના કારણે બેંક ખાતુ ખોલાવવામાં પારાવાર મુશ્કેલીઓ પડી હતી. આમ પણ તે વડાપ્રધાન મોદીના ડિજિટલ ઈન્ડિયાની વાતથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. એટલે તે આમ પણ બેંક એકાઉન્ટ ખોલાવવા માગતો હતો. જયારે તેણે બેંકનો સંપર્ક કર્યો તો તેની પાસે આધારકાર્ડ અને પાન કાર્ડ માંગવામાં આવ્યું. આધાર કાર્ડ તો જો કે, હતું જ, પણ પાન કાર્ડ બનાવડાવવું પડ્યું. ગયા મહિને જ રાજૂનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતુ ખૂલ્યું છે. બેંક ખાતુ ખોલાવ્યા પછી તેણે ઈ વોલેટ પણ ખોલાવી દીધું.
પોતાને લાલુ પ્રસાદ યાદવનો દીકરો ગણાવતા રાજૂ પશ્ચિમ ચંપારણ જિલ્લામાં લાલુ પ્રસાદ યાદવના દરેક કાર્યક્રમમાં હાજર રહેતો હતો. રાજૂ કહે છે કે, લાલુ પણ તેના ફેન હતા. લાલુ પ્રસાદ તેનાથી એટલા પ્રભાવિત હતા કે ૨૦૦૫માં લાલુ પ્રસાદ યાદવના આદેશ બાદ તેને સપ્તક્રિંતા સુપર ફાસ્ટ એકસપ્રેસની પેન્ટ્રી કારમાંથી રોજ ખાવાનું પણ મળતુ હતુ. આ સિલસિલો 2015 સુધી ચાલ્યો હતો. એ પછી તે તેના પૈસાથી ખાવાનું ખાય છે. આ રેલવે સ્ટેશન જ તેના માટે ઘર છે.