ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી ગડેરા પાસે એક પહાડી પરથી તોતિંગ પથ્થર ધસી પડતાં બે લોકો 50 મીટર ઉંડી ખાઈમાં પડી ગયા હતા. યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે યુવક ઘાયલ અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બંને યુવક યુવતીઓ સુરતના હોવાનું જાણવા મળ્યું છે.
ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી નજીક એક ટેકરી પરથી પડેલા પથ્થરથી અથડાઈને 20 વર્ષની એક યુવતીનું ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું હતું. મૃતકનું નામ સુરતની રહેવાસી શાલી અક્ષિતા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે જેની ઓળખ પણ સુરતના શિવાસ તરીકે કરવામાં આવી છે. શિવાસને જેને રેસ્ક્યુ ટીમ દ્વારા સારવાર માટે સોનપ્રયાગમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ પ્રવાસમાં પથ્થર અથડાવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ સોનપ્રયાગ એક્રો બ્રિજ પાસે બે ઘટના બની છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે મોડી સાંજે સુરત શહેરના રહેવાસી 20 વર્ષીય શાલી અક્ષિતા અને 24 વર્ષીય શિવ અન્યો સાથે કેદારનાથ જવા માટે ગૌરીકુંડથી નીકળ્યા હતા. તેઓ બંને છૌરી પાસે પહોંચ્યા ત્યારબાદ છૌરી ગડેરા પાસેની ઉપરની ટેકરી પરથી એક પછી એક અનેક પથ્થરો પડવા લાગ્યા, જેના કારણે શાલી અક્ષિતા રસ્તાથી 50 મીટર નીચે ખાડામાં પડી જતાં તેનું મોત થયું છે.