કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર બેશક અંગ્રેજી ભાષાના સારા જાણકાર છે. અંગ્રેજીમાં તેમના લખેલા શબ્દો ક્યારેક સારા અનુવાદકોને મુશ્કેલીમાં મૂકે છે. પરંતુ ગુરુવારે, ભારતીય રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ થરૂરને અંગ્રેજીનું બરાબર જ્ઞાન આપ્યું અને તેમનો ક્લાસ લઈ નાખ્યો હતો. આઠવલે સંસદમાં તેમના છંદબદ્ધ ભાષણો માટે વારંવાર ચર્ચામાં રહે છે.
read more: મહિલાઓ આત્મા આવવાનું નાટક કરવા લાગી, મેડિકલ ટીમ પર પથ્થરોમારો, હજુ પણ કોરોનાની તપાસનો ડર!
થરૂરે નાણામંત્રી નિર્મલા સીતારમણનો ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં રામદાસ આઠવલે પણ તેમની પાછળ બેઠેલા જોવા મળે છે. થરૂરે લખ્યું, “બજેટની ચર્ચા લગભગ બે કલાક સુધી ચાલી. મંત્રી રામદાસ આઠવલેના ચહેરા પરની આશ્ચર્યજનક હાવભાવ બધું જ કહી દે છે. ટ્રેઝરી બેંચ પણ અર્થતંત્ર અને બજેટને લઈને નાણામંત્રીના દાવાઓ પર વિશ્વાસ કરવામાં અસમર્થ છે.
જવાબમાં, અઠાવલેએ કટાક્ષ કર્યો, “પ્રિય શશિ થરૂર જી, એવું કહેવાય છે કે પાયાવિહોણા દાવાઓ અને નિવેદનો કરતી વખતે ભૂલો થાય જ છે. અહીં ‘Bydget’ નહીં પણ BUDGET લખેલું હોવું જોઈએ. અને rely ને બદલે ‘reply’ હશે! પરંતુ અમે એ સમજી શકીએ છીએ!”