સાઉથ ઝોન-એ સ્થિત ખટોદરા જળવિતરણ મથકમાં ભૂગર્ભ ટાંકી નં.3 અને ભૂગર્ભ ટાંકી નં.4 (બૂસ્ટર હાઉસ સહિત)ને 1200એમએમ વ્યાસનો બટરફ્લાય વાલ્વ મૂકી ઈન્ટર કનેક્ટ કરવાનું કામ હાથ ધરવાનું હોવાથી તા. 11 અને 12 એપ્રિલે વિવિધ વિસ્તારોમાં દૈનિક ધોરણે આપવામાં આવતો પાણી પૂરવઠો અંશતઃ અવરોધાય કે ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા હોવાથી જાહેર જનતાએ જરૂરીયાત મુજબનો પાણી પૂરવઠો સંગ્રહ કરી લેવા અપીલ કરવામાં આવી છે. જાણી લો કે હાઈડ્રોલિક મેન્ટેનન્સકામગીરીને લીધે એ કયા વિસ્તારો છે જેમાં સંભવિત અસર પહોંચી શકે છે.
સુરત મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોએ ગુજરાત બ્રેકિંગને એક યાદી દ્વારા શહેરીજનોને માહિતગાર કર્યા છે કે, સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે એ માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબદ્ધ છે. સાઉથ (ઉધના) ઝોન-એ સ્થિત ખટોદરા જળવિતરણ મથક ખાતે ભૂગર્ભ ટાંકી નં.3 અને ભૂગર્ભ ટાંકી નં 4 (બૂસ્ટર હાઉસ સહિત)ને 1200મીમી વ્યાસનો બટરફ્લાય વાલ્વ મુકી ીન્ટર કનેક્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી તા. 10મી એપ્રિલે સવારે 8 કલાકથી હાથ ધરવામાં આવશે.
પાલિકાની આ અગત્યની કામગીરીને પગલે ખટોદરા જળવિતરણ મથક મારફત સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં સિવિલ હોસ્પિટલ અંબાનગર, ગાંધીકૂટીર, આનંદમંગલ, સુમંગલ સોસાયટી, જે.પી,પાર્ક, એસ,કે ઈન્ડસ્ટ્રી, રાધાકૃષ્ણ ઈન્ડસ્ટ્રી અને તેના સંલગ્ન વિસ્તારોમાં તા. 11 અને 12 એપ્રિલના રોજ પાણી પૂરવઠો અંશતઃ અવરોધાય અથવા ઓછા પ્રેશર કે ઓછા જથ્થાથી પાણી મળવાની શક્યતા છે. આ ઉપરાંત સાઉથ(ઉધના) ઝોન-એ સ્થિત ખટોદરા જીઆઈડીસીના વિસ્તારોમાં ગાયત્રીનગર, શાંતિનગર, હરિનગર, આશાનગર તથા તેના સંલગ્ન વિસ્તારોમાં પણ તા. 11 અને 12 એપ્રિલે પાણી પૂરવઠાને અસર પહોંચી શકે છે.,એ સમયગાળા દરમિયાન જ સેન્ટ્રલ ઝોનમાં રેલવે સ્ટેશન, સુમુલ ડેરી રોડ, બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા, સોનીફળિયા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ તા. 11 અને 12 એપ્રિલે દૈનિક ધોરણે અપાતો પાણી પૂરવઠો અવરોધાય તેવી શક્યતા હોવાથી આ વિસ્તારોના લોકોએ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચતપુર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.