કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાણવા માટે તમામ નેતાઓ પોતપોતાના પક્ષોના કાર્યાલય પર એકઠા થયા હતા. દરમિયાન કર્ણાટકના શિગગાંવમાં ભાજપ કાર્યાલયમાં અચાનક હંગામો થયો હતો. હકીકતમાં ભાજપ કેમ્પ ઓફિસ પરિસરમાં એક સાપ ઘૂસી ગયો હતો, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. જોકે સાપને જાણકારોએ પકડીને છોડી દૂર સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.
કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ ચોથી વખત શિગગાંવ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આજે મતોની ગણતરી ચાલી રહી છે. પરિણામ જાણવા માટે સીએમ સહિત અનેક સમર્થકો ભાજપ કેમ્પ ઓફિસમાં હાજર હતા ત્યારે ત્યાં એક સાપ ઘુસી ગયો અને અરાજકતા સર્જી દીધી. બાદમાં પોલીસે લોકોની મદદથી સાપને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.