પલસાણા, બારડોલી સહિતના અનેક રસ્તાઓ બંધ, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં લાખી ડેમની જળાશય સપાટી હાઈ એલર્ટ પર
માંડવી તાલુકાના લાખી ગામ ખાતે દરવાજા વિનાનો છે. એ જ ડેમની પુર્ણ સપાટી છે. જે આજ રોજ તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ ૯:૦૦ વાગે ડેમની સપાટી ૭૩.૨૫ મીટર પહોપ્યો છે હાલમાં લાખીગામ ડેમ તેની કુલ સંગ્રહશક્તિના ૮૦% જથ્થો પાણી ભરાયેલો છે. ડેમની હાલની સપાટી એલર્ટ સ્ટેજના લેવલે ભરાઈ ગયો છે. ભારે વરસાદના કારણે ડેમની સપાટી ગમે તે સમયે પુર્ણ સપાટી ૭૪.૧૦ મીટર પહોચીંને ઓવરફલો થવાની શકયતા હોવાથી લાખીગામ ડેમના હેઠવાસમાં આવેલા અસરગ્રસ્ત ગામોમાં કમલકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ, માણક ઝર, રખાસ ખાડી અને લાખગામ ગામોમાં તલાટી કમ મંત્રીઓએ હાજર રહી સંબંધિત પોલિસ સ્ટેશનના સંપર્કમાં રહી પોલિસ ગાર્ડને અસરગ્રસ્ત ગામોમાં હાજર રાખવા સુરતના ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.
ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ
સુરત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બારડોલી તાલુકામાં ૮ ઈચ, મહુવા તાલુકામાં ૧૨ ઈચ પલસાણા તાલુકામાં ૬ ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, અન્ડર પાસમાં પાણી ભરવાને કારણે બપોરે ૧.૦૦ વાગ્યાની સ્થિતિએ ૪૫ જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના ૧૭, મહુવાના ૧૩ અને માંડવી તાલુકાના છ રસ્તાઓ બંધ કરાયા છે. જરૂર જણાય ત્યાં હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકો અવરજવર તરીકે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.
મહુવા તાલુકાના ૧૩ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
મહુવા તાલુકામાં ભગવાનપુરા વાંકથી સાંબા રોડ, કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ,આંગલધરા પારસી ફળિયા રોડ,નળધરા સરકાર ફળીયા ટુ બેઝીયા ફળીયા રોડ, ફરવણ કોધાર ફળીયા રોડ,વહેવલ ખુંટી ફળીયા રોડ,મહુવરીયા પટેલ ફળીયા ટુ લીમડી ફળીયા ટુ કાકરીમોર કોલોની રોડ,મહુવરીયા કાંકરીમોરા રોડ, ખરવણ ભીલ ફળીયા રોડ, મહુવા ઓંડચ આમચક્ર કવિઠા નિહાલી રોડના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
બારડોલી તાલુકા ભારે વરસાદના કારણે ૧૭ રસ્તાઓ બંધ કરાયાઃ
બારડોલી તાલુકામાં ઉતારા વધાવા કરચકા રોડ,વાંકાનેર પારડી વાલોડ રોડ,બાલદા જુવવાણી રોડ,જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, રામપુરા એપ્રોંચ રોડ(પી.એમ.જી.એસ.વાય), ખરવાસા મોવાછી જોઇનીંગ સામપુરા રોડ, નસુરા મસાડ નવી વસાહત,નસુરા મસાડ વગા રોડ,ટીમ્બરવા કરચકા રોડ, વડોલી બાબલા રોડ, સુરાલી કોતમુંડા થી બેલ્ધા રોડ,વડોલી અંચેલી રોડ,સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, રાયમ ગામે વોરટરવર્કથી સ્માશાન તરફ જતો રોડ, ઉવા કાપલીયા ફળિયા રોડ અને ખરડ એપ્રોચ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વય્વસ્થા તરીકે નાગરિકો નજીકના રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.
પલસાણા તાલુકાના નવ રસ્તાઓ બંધ કરાયા
સુરતના પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ,તુંડી દસ્તાન રોડ,એના વીન્ઝોલીયા રોડ,તુંડી દસ્તાન રોડ, ઓલ્ડ બી.એ રોડ પાર્સીગ થુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ,અંભેટી વાધેચ રોડ, મલેકપુર સીસોદરા રોડ,મખિંગા જોઇન્ટ ટુ NH રોડ બંધ કરવામાં આવ્યા છે.
માંડવી તાલુકામાં છ રસ્તાઓ ઓવર ટોપીંગના કારણે વિરપોર ઘલા રોડ,કાકરાપાર એપ્રોચ રોડ,માંડવી મોરીઠા કાલીબેલ રેગામાં રોડ,દેવગઢ અંધારવાડી લીબ્ધા રોડ,દેવગઢ કોલખડી રોડ,દેવગઢ લુહારવડ રોડ બંધ કરવામાં આવ્યા છે,
દક્ષિણ ગુજરાતમાં સુરતના બારડોલી અને મહુવા તેમજ સમગ્ર નવસારી જિલ્લા ઉપરાંત વલસાડ ખાતે વરસાદે ગુરુવારની રાત્રે તાંડવ મચાવી દીધું છે. ભારે વરસાદને પગલે અહીંની શાળાઓમાં શુક્રવારે રજા આપી દેવામાં આવી છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા બાદ તંત્ર દોડતું થયું છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી પૂર્ણા સહિતની નદીઓના જળસ્તર ઝડપભેર વધી રહ્યા છે. નવસારીમાં મધરાત બાદથી મળસ્કે સુધીમાં 10 ઈંચ વરસાદ ઝીંકાઈ ગયો હતો.
સૌપ્રથમ નવસારીની વાત કરીએ તો નવસારીમાં રાત્રે ચારેક કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ ઝીંકાતાં હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમોવડા પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર થઈ છે. ખાસ કરીને નવસારીના શાંતાદેવી રોડ પર વિકટ સંજોગો સર્જાયા હોવાનું નવસારી ફ્લડ કન્ટ્રોલ રૂમ અધિકારીઓએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યું છે. અહીની દુકાનોમાં પાણી ફરી વળતાં લોકોમાં ચિંતા છે.
ફ્લડ કંટ્રોલ રૂમના જણાાવ્યા અનુસાર, ઉપરવાસમાં અને નવસારી શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે પૂર્ણ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોના કુલ 517 જેટલા લોકોને વહીવટી તંત્ર દ્વારા આશ્રય સ્થાનોમાં શિફ્ટ કરવાની ફરજ પડી છે. બીજીતરફ નવસારી જિલ્લામાં વરસાદને કારણે આજે વહેલી સવારની સ્થિતિ મુજબ માર્ગ મકાન ( પંચાયત ) વિભાગ હસ્તકના કુલ – 53 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
એ જ પ્રમાણે સુરત જિલ્લાના બારડોલી અને મહુવામાં પણ ભારે વરસાદે હાલાકી સર્જી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. બારડોલીમાં રાત્રી દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે બારડોલી ખાતે જલારામ મંદિર પાછળ 13 વ્યકિતઓને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે ડી.એમ. નગર અને એમ.એન.પાર્ક માંથી 11 વ્યકિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મહુવા અને બારડોલીની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય ભારે વરસાદને પગલે તંત્રએ જાહેર કર્યો છે.
નવસારીથી મળતાં અહેવાલો મુજબ, ઉપરવાસમાં અતિભારે વરસાદને પગલે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી થઈ રહ્યું છે. નવસારીમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. ભારે વરસાદથી કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી ઉપરાંત ભૂતફળિયા અને રાજીવનગર વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. એ જ પ્રમાણે વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઔરંગ નદી 6 મીટરની ઉપર વહેતી થતા વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું છે.
વલસાડના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાંથી 35 લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. SDRF અને પાલિકા તંત્ર સાથે સંકલન કરી પોલીસની મદદથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી ખાતેથી મળતી વિગતો મુજબ ભારે વરસાદ અને ઉપરાવાસથી આવતાં પાણીને પગલે અહીંની સાકરતોડ નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ થતા ચોતરફ પાણી ફરી વળ્યા છે. ભગતપાડા વિસ્તારમાં નદી કિનારેના દસથી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.