માતા વિશે સદીઓથી ઘણું લખાતું આવ્યું છે અને લખાઈ રહ્યું છે પરંતુ અમે તમને સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોની વાત જણાવવા જઈ રહ્યા છે જે જોયા પછી માતા વિશેના શબ્દો પણ ખૂટી પડે તેમ છે. ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા ઈ-રિક્ષા ચલાવતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક તરફ મહિલા ઈ-રિક્ષા ભરીને ચલાવી રહી છે, તો સાથોસાથ તે પોતાના ખોળામાં બાળકને એક હાથે પકડી રહી છે. હવે એક હાથમાં બાળક અને એક હાથમાં ઈ-રિક્ષાનું હેન્ડલ ધરાવતી આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર દરેકના દિલને સ્પર્શી રહ્યો છે.
આ વિડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય @viralbhayaniએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. હવે આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘દુનિયાના સૌથી નસીબદાર લોકો તે છે જેમની પાસે માતા છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘માનું સ્થાન કોઈ લઈ શકે નહીં’. જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે.