મજુર કાયદાને પડકાર ફેકનાર ડાયમંડ કંપનીને ઝટકો આપતાં લેબર કોર્ટે કંપનીના કર્મચારીને ઉચ્ચક વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. મંદીમાં હિરાના કર્મચારીઓને આડેધડ છુટા કરનાર કંપનીઓ માટે આ હૂકમ લાલબત્તી સમાન ગણવામાં આવ્યો છે. લેબર કોર્ટે કર્મચારીને મંદીમાં છુટો કરવા બદલ રૂપિયા દોઢ લાખનું ઉચક વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસ. વિનોદકુમાર ડાયમંડ પ્રાઇવેટ લિમીટેડ નામક હિરાની કંપનીમાં ૩ થી ૪ હજાર જેટલા કર્મચારીઓ કામ કરતા હતા, રાજેશભાઇ પંડ્યા પણ એ પૈકીના જ એક કર્મચારી હતી. તેઓ નિયમિત રીતે પોતાની ફરજ બજાવતા હતા પરંતુ અચાનક જ તેઓને કોઇ પણ નોટીસ કે સુચનાઓ આપ્યા વગર નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ ડાયમંડ કંપની દ્રારા લેબરના કાયદાઓનું જે પાલન થવું જોઇએ તે પણ થતુ ન હતું.
સપરિવાર અશ્વનિકુમાર રોડ પર રહેતા રાજેશ પંડ્યા હિરાની ઓફીસમાં “ચપકા વર્કર” તરીકે એસ. વિનોદકુમાર ડાયમંદ પ્રાઇવેટ કંપની લિમીટેડમાં તારીખ :- ૦૧/૧૦/૨૦૧૪ થી સળંગ નોકરી કરતા હતા. તેઓ એ દરમિયાન નિયમિત રીતે પોતાના ફરજ ઉપર જતા હતા. ૦૭/૧૦/૨૦૧૫ સુધી અરજદારે સામાવાળા કંપનીમાં સંળગ નોકરી કરી હતી. તારીખ ૦૭/૧૦/૨૦૧૫ ના રોજ અરજદાર નિયમિત રીતે પોતાની ફરજ ઉપર હાજર થવા ગયા હતા. ત્યારે તેઓને જાણ થઈ કે, કોઈપણ પ્રકારની નોટીસ, નોટીસ પગાર કે છટણીના વળતરના નાણા ચુકવ્યા વગર કંપનીમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.
અરજદાર કર્મચારી રાજેશ પંડ્યાને અન્યાય થતા તેમણે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા બેલા ગીરનારા મારફતે ન્યાય મેળવવા સુરતની મજૂર અદાલતમાં અરજી કરી હતી. બીજા પક્ષકાર અરજદાર તરફે્ર એડવોકેટ શ્રીમતિ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા બેલા ગીરનારાએ દલીલો કરતા એ વાતો ધ્યાન પર લાવવામાં સફળ રહ્યા હતા કે આ અરજીના કામે કંપની તરફથી કર્મચારીઓને હાજરી પત્રક આપવામાં આવતુ નથી, કંપનીએ અરજદારની નિમણુક બે વખત ખોટી રીતે બતાવેલી કારણ કે મજૂર કાયદામાથી છટકી શકાય. અરજદાર કર્મચારીએ સતત ૨૪૦ દિવસ કામ કરેલ તે બાબતે સામાવાળા કંપનીનું મૌન હતુ.
આ તમામ હકીકતોને ધ્યાને લઇને મજુર અદાલતના પ્રિસાઇડિંગ અઘિકારી ડી.જે. થોળીયાએ હિરાની કંપનીને ઉચક વળતરના રૂપિયા ૧,૨૫,૦૦૦/- અરજદારને ૩૦ દિવસમાં ચુકવી આપવા અને જો સામાવાળા કંપની તેમ કરવામાં કસુર કરે તો દર માસો ૬ ટકાના વ્યાજનો ઉમેરો કરી અરજદારને સામાવાળાએ રકમ ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા બેલા ગીરનારાએ સફળ ોદલીલો કરી કર્મચારીને ન્યાય અપાવ્યો છે.