ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક ઘણા સમયથી લોકોના જીવન માટે પડકાર બની રહ્યો છે. રાત્રીના અંધકારમાં એ શિકાર કરી લે છે જેના કારણે વનવિભાગ દોડતું રહે છે અને લોકોના જીવ ઊચાટમાં રહે છે. વન્યસૃષ્ટિ નષ્ટ થતાં આ જીવો લોકવસ્તીમાં ઘુસી રહ્યા છે ત્યારે ગુજરાત બ્રેકિંગ પાસે એક વધુ ચોંકાવનારો જ નહીં શ્વાસ થંભાવી દે તેઓ વીડિયો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ટાઉનના મનાતાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાકા વ્યવસ્થિત ઘરમાં દીપડો ક્યારે અને કેવી રીતે ઘુસી આવ્યો તેની કોઈને ખબર જ ન પડી. ઘરમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, વનવિભાગે રેસ્ક્યૂ હાથ ધરી સુરક્ષિત રીતે આ દીપડાને પાંજરે કર્યો હતો. ઘટના ખરેખર દિલ ધડકાવી દે તેવી છે.