કાનપુરમાં રમખાણનું કનેક્શન પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે જોડાઈ રહ્યું છે. રમખાણો દરમિયાન પાકિસ્તાનમાં એક ફોન નંબર પરથી સતત કોલ આવતા હતા. તે નંબર હિસ્ટ્રીશીટર અતીક ખીચડીનો હતો. હંગામા બાદ અતીક ફરાર છે. બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબા પાસેથી પણ SIT તેનું કનેક્શન મેળવી રહી છે. SITની તપાસમાં નૂપુર શર્માની ટિપ્પણી પર ભારતને વિશ્વ મંચ પર બદનામ કરવા રમખાણનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. 19 દિવસ બાદ નવા તથ્યોએ પોલીસ તપાસની દિશા બદલી છે. ઉપદ્રવ બાદ પોલીસે મોબાઈલ ટાવરનો ડેટા તપાસતા તે સમયે એક મોબાઈલ નંબર પાડોશી દેશ સાથે વાત કરતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી આ નંબર સતત બંધ આવી રહ્યો છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે અતીક ખીચડીનું ગુજરાત રમખાણોમાં કનેક્શન ચકાસાઈ રહ્યું છે. પાકીસ્તાનના આકાઓ સાથે અતીક ખીચડીએ ગુજરાતના કેટલાક લોકો સાથે સંપર્કમાં રહી અહીં પણ ષડયંત્ર કર્યું હોય તેવી હકીકતો પોલીસ તપાસનો વિષય છે.
પોલીસને ચેટીંગનો સ્ક્રીન શોટ પણ મળ્યો છે, જે અતીકનો હોવાનું કહેવાય છે, જેમાં તે એ જ પાકિસ્તાની વોટ્સએપ નંબરથી ચેટ કરી રહ્યો છે, જે ડેટા ફિલ્ટર દરમિયાન મળી આવ્યો હતો. ચેટમાં અતીકે લખ્યું છે કે શેખ સાહેબને વધુ બોમ્બની જરૂર છે. કામ કરશે.
40 વર્ષીય અતીક ખીચડી યુપીનો હિસ્ટ્રીશીટર છે. અતીકનો ભાઈ અકીલ પણ હિસ્ટ્રીશીટર છે. અતીક સામે લૂંટ, હુમલો, હત્યાનો પ્રયાસ, ડ્રગ સ્મગલિંગ, ગુંડા એક્ટ, ગેંગસ્ટર એક્ટના કેસ નોંધાયેલા છે.