દેશના લાખો ઘર ખરીદનારા લાખો લોકોને રાહત આપતા એક આદેશમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, જો કોઈ બિલ્ડર્સ કે ડેવલપર્સે પોતાના પ્રોજેકટ પર બેન્ક ધિરાણ મેળવ્યું હોય અને તેની પુન: ચૂકવણીમાં તે નિષ્ફળ જાય તો જે બાંધકામ તૈયાર કે નિર્માણાધીન ફલેટ અથવા આવાસ કે અન્ય કોઈ મિલ્કત હોય તો તેના પર બેન્કના પુર્વ ખરીદનાર જેણે આ બુકીંગ કરાવ્યા હોય તેનો અધિકાર રહેશે. આ પ્રકારની મિલ્કતોનો કબજો રિયલ એસ્ટેટ, ઓથોરીટી ‘રેરા’ લઈ શકશે.
સુપ્રીમ કોર્ટે ધિરાણ કરનાર બેન્ક કરતા જે તે મિલ્કત- ઘર ખરીદનારને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે જો રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એકટ અને બેન્કોની વસુલાત માટેના સિકયોરટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઈન્ટ્રેસ્ટ (સરફાસી) એકટ વચ્ચ જો ટક્કર થતી હોય તો ‘રેરા’ એકટને પ્રાધાન્ય મળશે.
read more: એર એશિયાની ફલાઈટમાં સાપ, મુસાફરોના જીવ અધ્ધર
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી દેશના ઘર ખરીદદાર એવા એ લાખો લોકોને મોટી રાહત થશે જેમણે કોઈપણ પ્રોજેકટમાં એડવાન્સ નાણા ચૂકવીને બુકીંગ કરાવ્યું છે અને બિલ્ડર બેન્કમાં ડિફોલ્ટ થતા બેન્ક દ્વારા જે તે પ્રોજેકટનો કબજો લઈ લેવાય છે તથા તેના નાણા વસુલવા નવી શરતી લીલામી કરાય છે જેથી બુકીંગ કરાવનારના નાણા પરત મળતા નથી. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ રાજસ્થાન રેરા- એકટ હેઠળ આ પ્રકારની અધુરી બાંધકામ વાળા કે નહી સુપ્રત થયેલા આવાસોનો કબજો સંભાળી લેવાતા ‘રેરા’ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બેન્કની દલીલ હતી કે બેન્ક એ કોઈ પ્રમોટર કે ડેવલપર નથી કે તેના પર ‘રેરા’ના આદેશ લાગુ કરી શકાય. રેરા- અમારી રીકવરી પ્રક્રિયાને અટકાવી શકે નહી.
આ અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો ડિફોલ્ટ પ્રમોટરના પ્રોજેકટનો બેન્ક કબજો લઈ લે તો તેની સામે ‘રેરા’માં ફરિયાદ નોંધાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા સાથે સંપૂર્ણ સંમતી દર્શાવી હતી અને ‘રેરા” હેતુ જ ઘર ખરીનારના હિતોનું રક્ષણ કરવાનો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર.શાહની ખંડપીઠે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી ફગાવી હતી. બેન્કે સિકયોર્ડ, ક્રેડીટર (જામીનગીરી સાથેની મિલ્કત પર ધિરાણ આપનાર) તરીકે પણ જે તે પ્રોજેકટનો કબજો સંભાળ્યો હોય તો પણ પોતાના લેણા વસુલવા અલગથી લીલામી યોજી શકે નહી અને જો બેન્ક તેમ કરે તો તેની સામે ‘રેરા’માં અરજી કરી શકાય છે. જો કે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યુ કે રાજસ્થાન હાઈકોર્ટનો આ ચુકાદો જે પ્રોજેકટ સંદર્ભનો હતો તેને જ લાગું પડે છે. રાજસ્થાનમાં ‘રેરા’ એ બેન્કની એ ફાયનાન્સ વાળા પ્રોજેકટની લીલામી રદ કરી હતી અને પ્રોજેકટનો કબ્જો ‘રેરા’ ને સુપ્રત કરી દેવા આદેશ આપ્યો હતો.
ઘર ખરીદનારના હકકોનું રક્ષણ કરવા સર્વોચ્ચ અદાલતે જે રીતે બેન્કની રિકવરી સામે ખરીદનારના હિતોને પ્રાધાન્ય આપ્યું છે. તે રાજસ્થાન ‘રેરા’ની જોગવાઈ હેઠળ છે અને આ પ્રકારની જોગવાઈ દરેક રાજયના ‘રેરા’ કાનૂનમાં છે કે કેમ તે ચકાસણી કરવા આ કેસમાં રોકાયેલા અદાલત-મિત્ર ધારાશાસ્ત્રીનો સહયોગ લેવા અને તમામ રાજયો આ પ્રકારની જોગવાઈ તેના ‘રેરા’ કાનૂનમાં ઉમેરવા ખાસ તાકીદ કરી હતી અને એ પણ કહ્યું કે દેશભરમાં ઘર ખરીદનારને એક સમાન સુરક્ષા મળે તે કેન્દ્રએ જોવાનું રહેશે.