યુક્રેન કટોકટીના પગલે ગુજરાતમાં તા. 10થી 14 માર્ચ દરમિયાન આયોજીત ડીફેન્સ એક્સ્પો મુલતવી રાખવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આ એક્સ્પો માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે હતી ત્યારે આ જાહેરાત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ એક્સ્પો માટે ગાંધીનગર અને સુરતમાં મુલાકાતે આવવાના હોવાની જાહેરાત પણ થઈ ચૂકી હતી. હવે તેની નવી તારીખ જાહેર પર સૌની નજર રહેશે.
read more: સોનાએ ફુગાવાનો નવો રેકોર્ડ બનાવ્યો, એક વર્ષના એક ક્વાર્ટરમાં સૌથી વધુ દર
ભારત ઉપરાંત વિશ્વભરની 100 થી વધુ કંપનીઓ આ ડીફેન્સ એક્સ્પોમાં ભાગ લે એ પ્રકારનું ભવ્ય આયોજન થઈ ચૂક્યું હતું. ગુજરાતમાં ડીફેન્સના ઉત્પાદનને વૈશ્વિક સ્થાન મળે એ માટે આ એક્સ્પોને ખુબ જ મહત્વપૂર્ણ છે. રશિયા અને યુક્રેન વચ્ચેની સ્થિતિને કારણે વિદેશી કંપનીઓ ભાગ લઇ શકે તેમ ન હોવાથી આ ડીફેન્સ એક્સ્પો રદ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.