ટામેટાના ભાવ આસમાન આંબી રહ્યા છે. ટામેટા 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રમી રહ્યા છે. એરલાઈન્સ કંપનીઓએ એરક્રાફ્ટની અંદર પીરસવામાં આવતા ફૂડમાંથી ટામેટાં હટાવ્યા તો નથી પરંતુ ત્યાં પીરસવામાં આવતી ટામેટાંની વાનગીઓ એટલી મોંઘી હોય છે કે મુસાફરોને પોસાય તેમ નથી. સુરતના એક પેસેન્જરે ગુજરાત બ્રેકિંગ સમક્ષ જણાવ્યું હતું કે, ઈન્ડિગો ફ્લાઈટના મેનુમાંથી હજી ટામેટા-કાકડીની સેન્ડવીચ હટી તો નથી પરંતુ તેના માટે મુસાફરો ચૂકવી રહ્યા છે પુરા 500 રૂ. સેન્ડવીચ માટે આ રકમ દરેક મુસાફરોના બજેટમાં હોતી નથી.
હાલ સુરતના એરપોર્ટ પરથી ઈન્ડિગો, એર એશિયા, સ્ટાર એર અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ ઓપરેટ થાય છે. તમને જણાવી દઈએ કે, આ તમામ લો-કોસ્ટ કેરિયર સર્વિસ છે. જેમાં નાસ્તો અને ભોજનનો સમાવેશ થતો નથી પરંતુ ખરીદવાનો જ રહે છે. તેમનો ચાર્જ રેસ્ટોરન્ટ કરતાં થોડો વધારે સામાન્ય દિવસોમાં પણ રહે જ છે. એરલાઇન્સ તેના અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને કિંમતો નક્કી કરે છે. પરંતુ ટામેટાના ભાવે પણ આસમાન તરફ ગતિ કર્યા બાદ સ્થિતિ હદ વટાવી રહી છે.
ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં પણ એ રીતે જ મુસાફરોને તેમની પસંદગીની વાનગીઓ માટે વધારાના પૈસા ચૂકવવા પડે છે. ટોમેટો કાકડી સેન્ડવીચ હજીસુધી તો ઈન્ડિગોના મેનુમાં છે પરંતુ જાણી લો કે એ સેન્ડવીચની માટે મુસાફરોએ 500 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. સેન્ડવીચ માટે આટલી રકમ ચૂકવવી એ દરેક પ્રવાસીના બજેટમાં નથી.