હેમકુંડ સાહિબની યાત્રાએ ગયેલી સુરતના એક વેપારી પરિવારની મહિલા યાત્રીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 59 વર્ષના સુષ્મા જુનેજા (રહે-બી-2, 402 નક્ષત્ર પ્લેટનમ સાઇટતીર્થ રેસીડેન્સી પાલનપુર પાટિયા રોડ સુરત) તેમના પતિ જયપ્રકાશ જુનેજા,સાથે હેમકુંડ સાહિબની યાત્રાએ આવ્યા હતા. મંગળવારે તબિયત બગડતાં સુષ્માબેનને કાંડીની મદદથી ખંગારિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવ્યું છે.