ઓએનજીસીની પાઇપલાઇન 1985માં નાખવામાં આવી હતી જ્યારે એરસ્ટ્રીપની લંબાઈ માત્ર 600 મીટર હતી.ત્યારે પણ બંને તરફ પાઈપલાઈન હતી જ્યારે બધાને ખબર હતી કે ત્યાં ONGCની પાઈપલાઈન છે, તો પછી તેઓએ 2200/2906/3810 મીટરની એરસ્ટ્રીપની યોજના બનાવી જ કેમ એ સૌથી મોટો પ્રશ્ન
સુરત એરપોર્ટ માટે જો નવેસરથી કોઈ ઝડપભેર પ્લાન ન થાય તો દોઢ દાયકાની સુરતીઓની લડત પર હાલ પાણી જ ફરી વળ્યું છે એવું કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. સુરતનો વિકાસ કોને નથી પચી રહ્યો અને કોણ તેના ગુનેગારો છે એ હવે ચર્ચાનો વિષય એટલા માટે બને છે કે, ઓએનજીસી અને એરપોર્ટ વચ્ચેના અટવાયેલા દાખલામાં પહેલેથી જ એકડો ખોટો ઘુંટવામાં આવ્યો હતો એટલે એ દાખલો ફરીથી ગણવો પડે તેવી નોબત સર્જાઈ છે. વિવિધ સ્તરે એરપોર્ટ ઓથોરિટીથી લઈને સ્થાનિક અને રાજ્ય સરકાર કક્ષાએ એરપોર્ટના નામે સહેજ પણ અભ્યાસ વગર લોલમલોલ ચલાવીને સુરતીઓને કોણીએ ગોળ લાગતો રહ્યો પરંતુ ઓએનજીસી તરફથી એક ખૂલાસાએ આ વાતની હવા કાઢી નાખી છે.
હકીકતમાં, સુરત એરપોર્ટ માટે એક જાગૃત નાગરિકે બે વર્ષ સુધી સુરત એરપોર્ટ અને ઓએનજીસી સાથે પત્રવ્યવહાર કર્યો હતો પરંતુ કોઈ કક્ષાએ યોગ્ય પ્રતિસાદ ન મળતાં Public Grievances Portal પર રજૂઆત કરી હતી. આ રજૂઆતના જવાબમાં જે તથ્યો બહાર આવ્યા એ ચોંકાવનારા ગુનાહિત છે અને સુરતીઓ માટે હતાશાપ્રેરક છે. અંતિમ સત્તાવાર અહેવાલથી એ સ્પષ્ટ છે કે, એરપોર્ટથી લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક વહિવટીતંત્રથી લઈને સત્તાવાહકો જ્યારે જાણતાં જ હતા કે ઓએનજીસીની આ પાઈપલાઈન છે તો તેના માર્ગ પર યોજના બનાવી જ કેવી રીતે. શું કોઈને એટલો સામાન્ય અંદાજ પણ ન હતો કે ઓએનજીસીની અતિ સંવેદનશીલ પાઈપલાઈન કંઈ માર્ગ નથી બદલવાની. રનવે એક્સટેન્ટ નહીં થાય એ નિશ્ચિત હોવા છતાંય ખો-ખોની રમત રમાતી રહી અને હવે એ મેટર એન્ડ થવા તરફ ઊડી રહી છે.
કહેવાઈ રહ્યું છે કે, ટર્મિનલ બિલ્ડીગનું ઉદઘાટન કરવા વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે ઓએનજીસીની જાળમાં ગુંચવાયેલું સુરત એરપોર્ટનું કોંકડું ઉકેલાય તેવી મોટી કોઈ જાહેરાત થાય તેવી સુરતીઓને એક આશા છે અન્યથા તો સુરતે એરપોર્ટના સપનાં જોવા છોડી દેવા પડશે. ઓએનજીસીની પાઇપલાઇન 1985માં નાખવામાં આવી હતી જ્યારે એરસ્ટ્રીપની લંબાઈ માત્ર 600 મીટર હતી.ત્યારે પણ બંને તરફ પાઈપલાઈન હતી જ્યારે બધાને ખબર હતી કે ત્યાં ONGCની પાઈપલાઈન છે, તો પછી તેઓએ 2200/2906/3810 મીટરની એરસ્ટ્રીપની યોજના બનાવી જ કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે જેનો જવાબ સુરતીઓ માંગી રહ્યા છે. રાજ્ય સરકારે પણ સરવે વગર જ એરપોર્ટ ઓથોરિટીને જે માંગવામાં આવ્યું એ કેવી રીતે ધરી દેવાયું એ પણ ચર્ચાનો વિષય છે.
તમામ તંત્રને ખબર હતી કે આ પાઈપલાઈન છે તો યોજના બનાવી જ કેવી રીતે કેમકે, રનવે એક્સટેન્ટ નહીં થાય ત્યારે એરપોર્ટના વિકાસની વાતોનો કોઈ મતલબ જ નથી એટલે કે, સુરતીઓ માટે અત્યાર સુધી ગાજરની પીપુડી લટકાવાઈ છે. એરપોર્ટ ઓથોરિટીને જ્યારે લાગ્યું કે આ હવે હાથની વાત નથી રહી ત્યારે ફરી એક નવું તૂત ઊભું થયું અને એ હતું સમાંતર રનવે બનાવવાનું. તો તમને જણાવી દઈએ કે, ફિઝીબિલીટી અને ઓબ્સેટ્કલ સરવે ત્યાં પણ થયો જ નથી અને ઓએનજીસી પાઈપલાઈનનો પ્રશ્ન તો ત્યાં પણ રહે જ છે.
જાણકારોનું કહેવું છે કે, વેસુ તરફના ઓબ્સ્ટેકલને કારણે 615 કપાત આવી ત્યાં સુધી કેમ કોઈને ત્યાં સુધી ખ્યાલ જ ન આવ્યો અને સરવે પણ ન કરાવ્યો. જેના સમાંતર રન-વે બનાવવાની વાત એરપોર્ટ ઓથોરિટી કરી રહી છે તેના માટે પણ ક્ષમતા ફીઝીબિલીટી સરવે નથી થયો. જો કોઈ એવું વિચારે છે કે ખજોદમાં પ્રસ્તાવિત સમાંતર એરસ્ટ્રીપ બનાવી શકાય છે, જેની લંબાઈ 3910 મીટર હશે અને હાલની એરસ્ટ્રીપની ઊંચાઈ અને પાઇપલાઇનની અવરોધો દૂર થશે, તો તે ભૂલમાં છે એ ક્ષમતા નથી.ખજોદ અને વેસુ સહિતના અનેક બિલ્ડિંગ ઓબ્સ્ટેકલ તો રહેશે ત્યારે એ જ પ્રશ્ન છે કે આખરે સુરતીઓને કોણ ઊલ્લું બનાવી રહ્યું છે.
પીજી પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી ત્યારે સ્પષ્ટતા થઈ કે, ONGC દ્વારા પાઈપલાઈનના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે સમયાંતરે ટેકનિકલ સર્વેક્ષણ અને અભ્યાસ કરવામાં આવે છે અને તે રેગ્યુલર મેઈન્ટેનન્સનો એક ભાગ છે. સંદર્ભિત વાઇબ્રેશન અભ્યાસનો હેતુ સુરત એરપોર્ટ પર એરક્રાફ્ટના લેન્ડિંગ/ટેક-ઓફને કારણે ONGCની પાઈપલાઈનમાં કોઈ વાઈબ્રેશનનો સંચાર થઈ રહ્યો છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનો હતો.પાઇપલાઇન પર કોઈપણ વિસ્તરણ યોજના એરક્રાફ્ટ લેન્ડિંગ અને સીધી પાઇપલાઇન પર ટેક-ઓફને કારણે પાઇપલાઇનના સ્વાસ્થ્યને અસર કરશે એવું રિપોર્ટમાં જાહેર થયા બાદ એરપોર્ટના વિકાસની શક્યતાઓ સ્વભાવિકપણે ધૂંધળી થઈ જાય છે.
ઓએનજીસીની પાઇપલાઇન 1985માં નાખવામાં આવી હતી જ્યારે એરસ્ટ્રીપની લંબાઈ માત્ર 600 મીટર હતી.ત્યારે બંને તરફ પાઈપલાઈન હતી જ્યારે બધાને ખબર હતી કે ત્યાં ONGCની પાઈપલાઈન છે, તો પછી એરપોર્ટ ઓથોરિટીએ શા માટે 2200/2906/3810 મીટરની એરસ્ટ્રીપની યોજના બનાવી જ શા માટે એરપોર્ટ ઓથોરિટીએ પ્લાન- 2035 પ્લાન તૈયાર કર્યો જેમાં 3810 મીટરના બે રનવે બનાવવાની વાત કરી એ શક્ય નથી એટલે ભવિષ્યમાં પણ સ્થિતિ તો એ જ રહેવાની. વિઝન વગરની વાત એ ફક્ત હવાઈ કિલ્લો રચાઈ રહ્યો છે સમાંતર એરસ્ટ્રીપ્સની બંને તરફ ગેસની લાઈન અને હાઇરાઈઝની સમસ્યાઓને કારણે, 2200-2500 મીટરથી વધુ લાંબી એરસ્ટ્રીપ્સ અનિશ્ચિત છે.
રનવેના વિસ્તરણ પર ONGC પાઇપલાઇનની અસર અંગે. સુરત એરપોર્ટની રનવે લંબાઈ 2905m છે જે રનવે 22 થ્રેશોલ્ડથી વેસુ તરફથી 615m દ્વારા વિસ્થાપિત છે. ભારતમાં પેસેન્જર એરક્રાફ્ટ 2 કેટેગરીમાં કોડ સી અને કોડ ઇમાં ઓપરેટ થાય છે. સુરત એરપોર્ટના હાલના રનવેની લંબાઈ કોડ સી એરક્રાફ્ટના સંચાલન માટે યોગ્ય છે. કોડ E એરક્રાફ્ટ માટે કામચલાઉ રીતે 3810m લંબાઈનો રનવે જરૂરી છે. રનવે 22 પર રનવે વિસ્થાપિત હોવાથી કોડ E ઓપરેશન માટે કુલ 4425m (3810m+615m) રનવેની ભૌતિક લંબાઈની જરૂર પડી શકે છે. એટલે નજીકના ભવિષ્યમાં બોઈંગ 777 અને બોઈંગ 787 પ્રકારના પેસેન્જર એરક્રાફ્ટ લેન્ડ થઈ શકે તેમ નથી. આવી દરખાસ્તના પરિણામે હાલની રચનાઓ અભિગમના માર્ગમાં અવરોધ છે.
હવે એક જ આશા સુરતીઓ સહિત દક્ષિણ ગુજરાતના વેપારી વર્ગ રાખી રહ્યો છે કે, અમૃતકાલમાં જ પીએમ મિત્રા પાર્ક બનવાનો છે ત્યારે ઊભરાટ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું આયોજન કરવામાં આવે. તે વેપાર-વાણિજ્યના વ્યાપક હીત માટે જરૂરી છે.