સુરતના વેસુ મુકામે ડ્રીમ હાઈ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત ગુજરાત બુક ઓફ રેકોર્ડ સન્માન- સમારોહ પ્રસંગે ફાઉન્ડર રાજેશ મહેશ્વરીના હસ્તે વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મન્સુરીનું સન્માન કરવામાં આવ્યું છે.
2700 ઓનલાઈન પ્રમાણપત્ર હાંસલ કરી ગુજરાત બુકમાં રેકોર્ડમાં પોતાનું સ્થાન અંકિત કરનાર અંધજન મંડળ, વિસનગરના વિશિષ્ટ શિક્ષક કાદરભાઈ મનસુરીનું મેડલ પહેરાવી, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની યુનિવર્સિટીઓ, શાળાઓ, મહાશાળાઓ, દિવ્યાંગ બાળકોના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, શિક્ષણકુંજ, એડયુટર એપ તેમજ ભારત સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી જીવન ઉપયોગી ક્વિઝ અને વેબિનારનાં કુલ : 2700 ઓનલાઇન પ્રમાણપત્રો હાંસલ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન અંકિત કરનાર કાદરભાઈ મનસુરીની આ યશસ્વી સિદ્ધિને ગુજરાત બુક ઓફ રેકોર્ડના ફાઉન્ડર રાજેશ મહેશ્વરી અને તેમની ટીમે બિરદાવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.