અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છતાંય યુએસ રાજ્યના વર્જિનિયામાં ગુજરાતી યુવક શ્યામલ પટેલની માલિકીની દુકાન લૂંટાઈ છે અને રોકડ લઈને ભાગી ગયો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ એક લંગડાતા આરોપીને જોઈ આ ગુનામાં શોપના એક ભૂતપુર્વ કર્મચારી પર શંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસ આ સશસ્ત્ર શંકાસ્પદની શોધમાં છે. વુડ્સ એજ રોડ પર શ્યામલ પટેલની સ્મોકીઝ લાઉન્જ સ્મોક શોપમાં રવિવારે સવારે લગભગ 5 વાગ્યે લૂંટ થઈ હતી જ્યારે શંકાસ્પદ વ્યક્તિએ ક્લાર્ક પર બંદૂક બતાવીને રોકડની માંગ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરેલા શંકાસ્પદ વ્યક્તિએ ગ્રે રંગનું કેપ સાથેનું જેકેટ, ઘેરું પેન્ટ અને કાળા શૂઝ પહેર્યા હતા. “રકમ લઈને ભાગી ગયો છે એ અજાણ્યો પુરૂષ મધ્યમ બાંધા સાથે લગભગ 5 ફૂટ અને 6 ઇંચ ઊંચો છે” પોલીસે જણાવ્યું હતું.
શ્યામલ પટેલે જણાવ્યા અનુસાર, આ પહેલીવાર નથી કે જ્યારે તેમનો સ્ટોર બંદૂકની અણી પર લૂંટાયો હોય. આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં, બે સશસ્ત્ર માણસો સ્ટોરમાંથી રોકડ રકમ લૂંટી ગયા હતા. શ્યામલ પટેલને શંકા છે કે સૌથી તાજેતરની લૂંટમાં, તે વ્યક્તિ કદાચ તેનો ભૂતપૂર્વ કર્મચારી છે જેણે તેની સાથે બે વર્ષ પહેલાં કામ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, “ગયા અઠવાડિયે તે અંદર આવ્યો અને તેનો પગ લંગડાતો હતો. અમે વિડિયો તપાસ્યો, જ્યારે તે દરવાજામાંથી બહાર નીકળ્યો ત્યારે તેનો ડાબો પગ લંગડાતો હતો.” “તે આ સ્ટોરથી જાણીતી જગ્યા પર જ સહજતાથી ઘૂસ્યો હતો તે જગ્યા તે સંભળાતો હતો. તે તે જ રીતે લંગડાતો ભાગી રહ્યો હતો જે રીતે અમે તેને પહેલા જોયો હતો,” તેણે ઉમેર્યું હતું કે, ફેબ્રુઆરીમાં આ કામદારને તેમના સ્ટોરમાંથી પ્રતિબંધિત હાંકી કાઢવામાં આવ્યો હતો.
ગત એપ્રિલ મહિનામાં લૂંટની ઘટના બાદ શ્યામલ પટેલે દુકાનમાં 12 વધારાના સિક્યોરિટી કેમેરા મુકાવ્યા હતા. શ્યામલનું કહેવું છે કે, ” અમારી પાસે ADT સિસ્ટમ છે જ્યાં 8 વાગ્યા પછી, કોઈ વ્યક્તિ ડોરબેલ દબાવશે અને ક્લાર્ક અહીંથી દરવાજો ખોલશે.” આ રીતના તમામ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા છતાંય તેમના સ્ટોરને લૂંટારુઓએ નિશાન બનાવ્યું છે. ચેસ્ટરફિલ્ડ કાઉન્ટી પોલીસે બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.