પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ નજીક માંતેલા સાંઢની જેમ દોડતા ટેન્કરે ઈકો કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ 3ના મોત નીપજ્યા છે, જ્યારે 1 જણાએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે.
ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે આવેલી ITI પાસે એક ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ચાર લોકોના મોત નીપજ્યાં છે. એક ઈસમ રસ્તામાં સારવાર માટે લઈ જતાં મરણ પામ્યો હતો. ઘાયલોને સારવાર માટે ગોધરા તેમજ દેવગઢ બારિયા ખાતે ખસેડવામા આવ્યા હતા. આ ઘટનામાં જે મરણ પામેલા અને ઈજાગ્રસ્ત લોકો હતા, તે છોટાઉદેપુર તાલુકાવા કર્ણાવટ ગામના હોવાની વિગતો સાંપડી છે. જેમાં નરેશ નામના એક ઈસમનું મગજ અસ્થિર હોવાથી તેને સારવાર માટે ગોધરા ખાતે લાવવામાં આવ્યા હતા. સારવાર કર્યા બાદ પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. આ બનાવમાં રાજુ રેશા હાલ દેવગઢબારિયા સારવાર હેઠળ છે અને અરવિંદભાઈ નામના ઈસમનું દેવગઢબારિયા હોસ્પિટલમાં મોત થઈ ગયું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઈકો કારમાં સવાર 7 લોકો છોટા ઉદેપુરના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો મૃતકોના પરિવારજનો ગોધરા સિવિલ હોસ્પિટલ આવવા નીકળી પડ્યા છે. બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળી રહ્યું છે કે ઈકો ગાડીમાં સવાર સાત લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ હાલ તો મૃતકનો પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવવા નીકળી પડ્યો છે. ત્યાર બાદ જ હકીકત જાણવા મળશે.