સાળંગપુરમાં હનુમાનજીની વિવાદાસ્પદ તસવીરોના મુદ્દે મડાગાંઠ વધી ગઈ છે. હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમાની નીચેથી વિવાદાસ્પદ તસવીર હટાવવા અને માફી ન માગવા બદલ અમદાવાદમાં હિન્દુ સંતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હિન્દુ સંત સ્વામિનારાયણ સમુદાયથી અંતર રાખશે. તેઓ તેમના કાર્યક્રમો અને મંદિરોમાં જશે નહીં.
દરમિયાન, બોટાદના સલંગપુર કેસ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ આપ્યા બાદ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ સંત નૌતમ સ્વામીને શ્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સાળંગપુરધામની બહાર પણ તનાવ જોવા મળી રહ્યો છે. આ તનાવને ધ્યાનમાં રાખી સાળંગપુર ધામના મુખ્ય ગેટ સહિત તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. દુરસુદુરથી આવેલા શ્રદ્ધાળુંઓ દરવાજા બંધ જોઈને વ્યથિત થઈ ગયા હતા તેમનું કહેવું હતું કે, હનુમાનજી એ ફક્ત રામના જ દાસ છે. મંદિરે એટલે આવા વિવાદી ભીંતચિત્રો હટાવવા જોઈએ અને ભક્તોને દર્શન માટે જવા દેવા જોઈએ. તમને યાદ અપાવી દઈએ કે, શનિવારે બોટાદ જિલ્લાના રહેવાસી હર્ષદ ગઢવીએ વિવાદાસ્પદ ચિત્રો પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ પછી પોલીસે ગઢવીની ધરપકડ કરી હતી.
બીજીતરફ સાળંગપુર મંદિરના વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે. અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. લખનૌ ખાતે અખિલ ભારતીય સંત સમિતિની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. બીજીતરફ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથે અમદાવાદમાં સંતોની બેઠક બાદ આ નિર્ણયની માહિતી આપી હતી. લખનૌમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ચર્ચા બાદ નૌતમ સ્વામીને શ્રી અખિત ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે.
જ્યોતિનાથે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ કાર્યક્રમ કે આમંત્રણમાં હાજરી આપીશું નહીં. તેમજ અમે તેમને અમારા કાર્યક્રમોમાં આમંત્રિત કરીશું નહીં. જ્યોતિનાથ પહેલાં, ગુજરાતના પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ પણ હનુમાનના ખોટા ચિત્રણ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને લોકોને બોલવાની અપીલ કરી હતી. આ પછી શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ આ સમગ્ર મામલાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અન્ય ધર્મોને નીચું કરીને કોઈ સંપ્રદાય વધી શકે નહીં.
સાણંદના લંબેનારાયણ આશ્રમમાં ડો. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને સંત સંમેલન યોજાયું હતું. સંમેલનમાં 13 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સ્વામીનારાયણ સંપ્રદાય જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈને પ્રવચન સહિત ઠેકઠેકાણે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે તેના પર લગામ કસવા આ ઠરાવોને પસાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સજ્જડ વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન દાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે જેની સરકારે ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ અને ભારત સરકારે સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો કાયદો સંસદમાં પસાર કરવો જોઈએ.
બેઠકમાં જે ઠરાવો આજે પસાર કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો, સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો આજથીએ સ્વામિનારાયણ મંદિરનો વિસ્તાર કરી ત્યારે સંતો ને આવકારીશું નહીં અને તેઓનો આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો- ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના દેવી દેવતાઓના નામ લેવા નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા કે ભગવતગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય તે ભાગને કાયમી દૂર કરવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓને જ્યાં સહજાનંદ સ્વામીને સર્વોપરી હતા, ભીંત ચિત્રો અને ઔદિચ્ય ભંગને તાત્કાલિક હંમેશા માટે દૂર કરવા. સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેઓના તાત્કાલિક રાજીનામાં લેવા. સનાતન ધર્મના કોઈપણ પરંપરા કોઈ પણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનો સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું. સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે એવું સનાતન ધર્મની ભૂસી અને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ સાંખી લેવામાં ન આવે. કરવામાં આવે નહીં. સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામીનારાયણના સંતોએ કબજો કરેલો હોય તે જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી વગેરેનો સમાવેશ થાય છે.