રશિયાએ પોતાની સામે જે કોઈ પડશે તેની સામે પણ કાર્યવાહી કરવાનો હૂંકાર યુદ્ધ સાથે જ કર્યો હતો અને એ જ કડીમાં રશિયાએ હવે સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક અને ટ્વિટર પર કાર્યવાહી કરતાં પ્રતિબંધ મુકી દીધો છે. રશિયન સંસદે ફેક ન્યૂઝને લઈને કડક કાયદાની જાહેરાત કરી હતી. સંસદનો આરોપ છે કે યુદ્ધ દરમિયાન અમુક સોશિયલ મીડિયા પર રશિયન સેના વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિએ ફેસબુક અને ટ્વિટર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં બંને પર પ્રતિબંધ મુકી દીધો છે. રશિયાની સેન્સરશીપ એજન્સી Roskomnadzor ફેસબુક અને ટ્વિટર પર રશિયન મીડિયા સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.
read more: ચા પીવાનો સ્વાદ છે! આ રીતે લસણ અજમાવો, 7 ફાયદા થશે
ફેસબુકે રશિયા પર લાખો લોકોને વિશ્વસનીય માહિતી આપવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રતિબંધ માટે રશિયન સંસદમાં એક બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ, દેશના સશસ્ત્ર દળો વિશે ‘ખોટી’ માહિતી ફેલાવવા બદલ 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
શુક્રવારે, બીબીસી, યુએસ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ વોઈસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી, જર્મન બ્રોડકાસ્ટર ડોઇશ વેલે અને લાતવિયા સ્થિત વેબસાઈટ મેડુઝાને પણ અવરોધિત કરવામાં આવી છે. રશિયાએ તેઓ વિરૂદ્ધ સતત સ્થાનિક પ્રેક્ષકોને યુક્રેનના આક્રમણ વિશે ખોટી માહિતી આપવાનો આરોપ મૂક્યો છે.