એકતરફ જ્યાં ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે ત્યાં જ ક્રિકેટ રસિયાઓ ભારતમાં વર્લ્ડ કપ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને યાદ અપાવી દઈએ કે, 5 ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જ્યારે 15 ઓક્ટોબરથી નવરાત્રીનું આગમન થશે. એકતરફ હવામાન વિભાગ પવનોની ગતિ જોતાં ભાખી રહ્યું છે કે, ચોમાસું હવે ગણતરીના દિવસોમાં વિદાય લઈ રહ્યું છે તો બીજીતરફ એક આગાહી અનુસાર, 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, હવામાનની આગાહી બાબતે ચર્ચામાં રહેતાં અંબાલાલનું કહેવું છે કે, પહેલા નોરતે જ ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે સુર્ય તુલા રાશિમાં પ્રવેશ કરે એટલે દક્ષિણ ગૌળાર્ધમાં જવાની સાથે ચોમાસાનો અંત આવતો હોય છે. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે અનુમાન મુજબ બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું રહી રહીને ઊપડી શકે છે. હકીકતમાં આગાહીને જો સાચી માનવામાં આવે તો 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.
પાછલા કેટલાક વર્ષોથી ધીરે ધીરે બદલાયેલી વેધર મુજબ આગળ વધી તો એ પેટર્ન મુજબ જ જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. યાદ જ હશે કે ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે કેટલાક દિવસોએ ખેલૈયાઓને નિરાશ કર્યા હતા. અરબ સાગરમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થઈ છે એવામાં નવરાત્રિ સાથે ક્રિકેટ મેચના મહાકુંભ વર્લ્ડ કપની મજા પણ ખરાબ થઈ શકે છે એ જાણી યુવાઓ નિરાશ છે.