રાજ્યભરના લોકો હાલ આકરી ગરમી સાથે ભયાનક બફારાનો પણ અનુભવ કરી રહ્યા છે. તમામ લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે રાજ્યમાં મેઘમહેર ક્યારે થશે? મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોને ઠંડક પહોંચે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે
15 મી જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદ આવશે
રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ આવી પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદ આવશે.
તો બીજી તરફ આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. માંગરોળ, માંડવી, મહુવા,ઓલપાડ અને બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
7 દિવસ અલગ-અલગ વિસ્તારોમાં પડશે વરસાદ
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર રીતે વરસાદ શરૂ થશે, આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. જે મુજબ 7 જૂનના રોજ એટલે કે આજે ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે. તો 8 જૂને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતના 6 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની સવારના 10 વાગ્યા સુધીની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરાનગરહવેલીમાં પણ વરસાદની આગાહી છે.
8 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પ્રતિ કલાકે 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 8 થી 12 દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તરઘડિયા હવામાન વિભાગ દ્વારા આજનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે 5mmથી 7 mm સુધી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ સાથે પવનની ઝડપ પણ વધુ રહેશે.