ઉત્તર પ્રદેશના નોઈડામાં યુફ્લેક્સ પેકેજિંગ કંપનીના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરાની ટીમ આજે સવારથી દેશભરમાં સ્થળોએ દરોડા પાડી રહી છે. નોઈડા, મુંબઈ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં કુલ 64 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.