લોકસભાની ચૂંટણી વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.આજે 74 દિવનસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.તો બીજી તરફ વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરને મૂકવામાં આવ્યા છે. કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા છે.
હસમુખ પટેલ સહિત 20 IPSને પ્રમોશન આપવામાં આવ્યું છે. જી.એસ.મલેકને ડીજી તરીકે બઢતી કરાઇ છે. ADGP એવા ચાર IPSની DG તરીકે બઢતી કરી છે. નરસિમ્હા કોમર વડોદરા સીપી તરીકે ચાર્જ લેશે. ચૈતન્ય માંડલિક સહિતના અધિકારીઓનું સત્વરે થશે પોસ્ટિંગ થશે. ટૂંક સમયમાં પોસ્ટિંગ અને બદલીઓના વધુ ઓર્ડર ઇસ્યુ થશે. ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી,આર.વી.અસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન થયું છે. આર.વી.અસારીનું DIGથી આઈજી તરીકે પ્રમોશન થયું છે. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન,ડૉ.કે.એલ.એન.રાવનું DGP તરીકે પ્રમોશન, તો સુનિલ જોશીનું DIG તરીકે પ્રમોશન થયુ છે. તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા છે. શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના DCP બન્યા છે. ગૌરવ જસાણીને આણંદના SP બનાવાયા છે. મહેન્દ્ર બગરીયાનું DIG તરીકે પ્રમોશન થયું છે. દિપક મેઘાણીનું DIG તરીકે પ્રમોશન થયું છે. લીના પાટીલનું DIG તરીકે પ્રમોશન થયું છે. સ્વેતા શ્રીમાળીનું પણ DIG તરીકે પ્રમોશન થયું છે. નિર્લિપ્ત રાયનું DIG તરીકે અને કે.એન.ડામોરનું DIG તરીકે પ્રમોશન થયું છે. એસ.જી.ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન થયું છે. નિલેશ જાજડીયાનું IGP તરીકે પ્રમોશન થું છે. બિપીન આહિર, શરદ સિંઘલ અને પી.એલ.મલનું IGP તરીકે પ્રમોશન થયું છે .
ADG તરીકે બઢતી આપીને હાલની ફરજના સ્થળે યથાવત્ રખાયા છે. 1993 બેચના IPS હસમુખ પટેલની DG તરીકે બઢતી આપવામાં આવી છે. ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ IG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદના CP જે. એસ. મલિકની DG તરીકે બઢતી આપી છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા IPSની બદલી કરવામાં આવી છે. લાંબા સમયના મનોમંથન બાદ IPS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા.