તા.22 જુલાઈએ રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોકટરો હડતાળ પર ઉતરવાના છે. ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ – અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત) દ્વારા આ એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં OPD તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.
ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ – અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. (ગુજરાત) દ્વારા આ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમવાર એવું થશે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે દર્દીઓ સરકારી અથવા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.