અગાઉ આ વિચારધારાને કાયદાનો જામો પહેરાવવાની 11 વખત કોશિષ થઈ ચૂકી છે. આ વખતે પણ કદાચ સાંસદ તેને પ્રાધાન્ય નહીં આપશે પરંતુ સમાજશ્રેષ્ઠીઓને કોણ રોકી રહ્યું છે આ દિશામાં પહેલ કરવા ? ગુજરાત બ્રેકિંગ આ પહેલને આવકારે છે અને સાથે તમારા સલાહ-સૂચનોને પણ
ઘણા દેશોમાં, ભારતમાં જે રીતે લગ્ન યોજાય છે તે રીતે તો ઘણાં દેશોમાં તહેવારો પણ ઉજવાતા નથી. દેશમાં સરેરાશ આવક ધરાવતા વ્યક્તિના ઘરમાં પણ લગ્ન થાય તો લાખોનો ખર્ચ થાય છે. પરંતુ જ્યારે આ લગ્ન ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારમાં થાય છે, ત્યારે આ ખર્ચ કરોડોમાં થઈ જાય છે. પણ હવે કદાચ દરેક પરિવાર- દરેક સમાજે આ ઉજવણી પર નવેસરથી વિચારવાનો સમય આવ્યો છે. તાજેતરમાં લોકસભામાં એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના એક સાંસદે સંસદના ચોમાસુ સત્રમાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં લગ્નમાં થતા ખર્ચ પર અંકુશ લગાવવાની વાત કહેવામાં આવી છે.
કોંગ્રેસ સાંસદ જસબીર સિંહ ગિલ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા પ્રાઈવેટ મેમ્બર બિલ અનુસાર, વરઘોડામાં માત્ર 50 લોકો જ ભાગ લઈ શકશે. ઉપરાંત, આ અંતર્ગત, લગ્નમાં 10 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે નહીં. એવી જોગવાઈ છે કે 2500 રૂપિયાથી વધુ ચાંદલો કે ભેટ તરીકે આપી શકાય નહીં. આ અગાઉ આ વિચારધારાને કાયદાનો જામો પહેરાવવાની 11 વખત કોશિષ થઈ ચૂકી છે. આ વખતે પણ કદાચ સાંસદ તેને પ્રાધાન્ય નહીં આપશે પરંતુ સમાજશ્રેષ્ઠીઓને કોણ રોકી રહ્યું છે આ દિશામાં પહેલ કરવા ? ગુજરાત બ્રેકિંગ આ પહેલને આવકારે છે અને સાથે તમારા સલાહ-સૂચનોને પણ.
બિલમાં શું છે તે અમે તમને સવિસ્તાર જણાવીએ એ પહેલા આ બિલનું નામ શું છે એ પણ જાણો. આ બિલનું નામ છે ‘વિશેષ પ્રસંગો પર ફાલતું ખર્ચ નિવારણ બિલ 2020’. આ બિલ જાન્યુઆરી 2020માં કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ બિલ સંસદમાં ચર્ચા માટે મૂકવામાં આવ્યું છે. બિલમાં એવી જોગવાઈ છે કે કન્યા અને વરરાજાના પરિવારમાંથી આમંત્રિત મહેમાનોની સંખ્યા 100થી વધુ ન હોવી જોઈએ. તે જ સમયે, લગ્નમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યા 10 થી વધુ ન હોવી જોઈએ. જ્યારે નવદંપતીને અપાતી ભેટની કિંમત રૂ.2,500થી વધુ ન હોવી જોઈએ. એટલે કે એકંદરે જો આ વિધેયક પસાર થાય તો ઘણા પરિવારો ખર્ચના બોજમાંથી બચી જશે જે તેમણે તેમની મરજી વિરુદ્ધ પણ સમાજને ધ્યાનમાં રાખીને ઉઠાવવો પડે છે. ઘણાં માબાપની જીવનભરની ચિંતા હળવી થઈ શકે છે.
કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલે 4 ઓગસ્ટે લોકસભામાં ‘પ્રિવેન્શન ઓફ એક્સટ્રાવેગન્સ ઓન સ્પેશિયલ ઓકેશન્સ બિલ 2020’ રજૂ કર્યું હતું. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, “બિલનો ઉદ્દેશ્ય વંચિત અને નિરાધાર લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે લગ્ન અને તહેવારો જેવા ખાસ પ્રસંગો પર થતા નકામા ખર્ચને રોકવાનો છે. બિલની મુખ્ય જોગવાઈઓને ઉજાગર કરતા ટ્વિટમાં, કોંગ્રેસના સાંસદે કહ્યું કે તે જાનમાં હાજરી આપનારાઓની સંખ્યાને મર્યાદિત કરે છે, જેમાં મહત્તમ 50 લોકોની મર્યાદા છે.
વિધેયક આવા પ્રસંગો પર પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યાની મર્યાદા સાથે 10 વાનગીઓની મર્યાદાની પણ દરખાસ્ત કરે છે. બિલની અન્ય એક મહત્વની વિશેષતા રૂ. 2,500ની મર્યાદા સાથે ‘ચાંદલો’ અથવા ખાસ પ્રસંગો દરમિયાન ભેટની આપ-લે કરવામાં આવતી ગિફ્ટના નાણાકીય મૂલ્યને મર્યાદિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત, સૂચિત કાયદો લિંગ ગુણોત્તરમાં સુધારો કરવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાના મુદ્દાને હલ કરવા માટે સકારાત્મક યોગદાન આપવા માંગે છે.
પંજાબના ખડૂર સાહિબના સાંસદનો ઉદ્દેશ્ય ભવ્ય લગ્નોની સંસ્કૃતિનો અંત લાવવાનો છે જે કન્યાના પરિવાર પર આર્થિક બોજ નાખે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સાંસદે કહ્યું કે લોકો તેમની મિલકતો વેચી દે છે અથવા ઉડાઉ લગ્નોની ભરપાઈ કરવા માટે બેંક લોન લેતા હોવાની વાર્તાઓને આ ખરડો રજૂ કરવા પ્રેરિત કરતો હતો. તેમણે કહ્યું કે લગ્નો પર બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ મૂકીને, કાયદો સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવાની અને છોકરીઓને ‘બોજ’ તરીકે જોવાની ધારણાને બદલવાની આશા રાખે છે.
કૉંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલને 2019માં ફગવાડામાં લગ્નમાં હાજરી આપવાથી બિલની પ્રેરણા મળી હતી. વાનગીઓની 285 ટ્રેના અતિશય પ્રદર્શનનું અવલોકન કરતી વખતે, તેમણે જોયું કે 129 ટ્રે અડક્યા વગર પડી રહી, પરિણામે જેને તમે અન્ન દેવતા કહો છો એ ખોરાકનો બગાડ થાય છે.
આ બિલમાં લગ્ન માટે ત્રણ મુખ્ય જોગવાઈઓ સૂચવવામાં આવી છે. આમાં વર અને વરરાજાના પરિવારના મહેમાનોની કુલ સંખ્યાને 100 સુધી મર્યાદિત કરવી, પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યા 10 સુધી મર્યાદિત કરવી અને ભેટની કિંમત 2,500 રૂપિયા સુધી મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. વધુમાં, કાયદો ગરીબ, જરૂરિયાતમંદ, અનાથ અને સમાજના અન્ય નબળા વર્ગો અથવા એનજીઓને ટેકો આપવા માટે દાનની હિમાયત કરવા, ઉડાઉ ભેટો આપવા પ્રોત્સાહિત કરે છે.
આ પહેલીવાર નથી કે જ્યારે લગ્નમાં નકામા ખર્ચને લઈને ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું હોય. આ પહેલા પણ 11 વખત આવું બન્યું છે. સૌપ્રથમ વર્ષ 1988માં સાંસદ સુરેશ પચૌરીએ રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલનું નામ હતું ‘ધ કર્ટેલેમેન્ટ ઓફ એક્સપેન્ડીચર ઓન મેરેજ બિલ, 1988’. આ પછી વર્ષ 1996માં સરોજ ખાપર્ડે પણ આવું જ બિલ રજૂ કર્યું હતું. આ રીતે 2000માં ગંગાસેન્દ્ર સિદ્દપ્પા બસવરાજે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. ત્યારબાદ 2005માં સાંબાશિવ રાયપતિએ પણ લોકસભામાં આવું જ બિલ રજૂ કર્યું હતું. 2005માં પ્રેમા કરિઅપ્પાએ પણ રાજ્યસભામાં આવું જ બિલ રજૂ કર્યું હતું. 2011માં સાંસદ પીજે કુરિયન અને તત્કાલીન સાંસદ અખિલેશ દાસ ગુપ્તાએ પણ રાજ્યસભામાં આવું જ બિલ રજૂ કર્યું હતું.
અહીં તમને યાદ અપાવી દઈેએ કોરોનાકાળના એ દિવસો જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેઈન્ટેઈન કરવું એ મજબૂરી હતું અને એ સમયે સરકાર નિયમો અનુસાર લગ્નમાં કેટલા લોકો હાજર રહી શકે તેની સંખ્યા કહેતી હતી. લગ્નો ત્યારે પણ થયાં ઉજવણી ત્યારે પણ યાદગાર જ બની અને કેટલોક વર્ગ આ સારું છે એવું જાહેરમાં માનવા પણ લાગ્યો હતો પરંતુ આપણી એ કમજોરી છે કે એ દિવસો ભૂલી ગયા તેમાંથી કોઈ પરિવર્તનને જીવનમાં સ્વીકાર્યું નહીં અને ફરી એ જ દેખાડા અને દંભની દુનિયામાં પાછા ફરી ગયા.