પ્રાથમિક શાળામાં માતૃભાષામાં ભણાવવું કે વિદ્યાર્થીઓને વૈશ્વિક હરીફાઇના આ સમયમાં સક્ષમ બનાવવા ઇંગ્લીશમાં ભણાવવા તેની ચર્ચાઓ શૈક્ષણિક નિષ્ણાંતો અને નીતિ ધડનારાઓ વચ્ચે ચાલતી જ રહે છે. જો કે ગુજરાત સરકારે આનો વચગાળાનો રસ્તો શોધ્યો છે કે પહેલા ધોરણથી જ શાળામાં ઇંગ્લીશ ભણાવવું અને શિક્ષણનું માધ્યમ ગુજરાતી રાખવું.
શિક્ષણ વિભાગના અધિકારી સુત્રોના દાવા અનુસાર, ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી ખાનગી શાળાઓમાં પણ ધોરણ ૧ થી ઇંગ્લીશ દાખલ કરવાની વિસ્તૃત યોજના તૈયાર થઇ ગઇ છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તરફથી લીલીઝંડી મળતા જ રાજ્યના પહેલા ધોરણના સાડા દસ લાખ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી બોલવા અને સમજવાનું આવડે તે માટે ઇંગ્લીશ ભણાવવાનું શરૂ થઇ જશે. આ સાડા દસ લાખ વિદ્યાર્થીઓમાંથી સાડા છ લાખ જેટલા વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના અને સાડાત્રણથી ચાર લાખ ખાનગી શાળાઓના છે.
read more: રામની જગ્યાએ પ્રોફેસરે પોતાની અને સીતાની જગ્યાએ પત્નીની તસ્વીર લગાવી
પાઠય પુસ્તકમાંથી અંગ્રેજી ભણાવવાનું શરૂ થતા જો કે આયોજન અનુસાર બે વર્ષ લાગી જશે. જીસીઇઆરટી અને ગુજરાત ટેક્ષ્ટબુક બોર્ડે આ પ્રોજેકટ માટે નવા શૈક્ષણિક વર્ષથી જરૂરી ફેરફારો કરવાનું કામ શરૂ કરી દીધું છે. ધોરણ ૧ થી અંગ્રેજી ભણાવવા હાથવગા શિક્ષકો પણ તૈયારી શરૂ કરી દીધી છે.