શહેરમાં લુંટ, હત્યા, ધાડ, અપહરણ, નાર્કોટિકસ જેવા વિવિધ પ્રકારના ગંભીર ગુન્હાઓ કરીને નાસતા-ફરતા ૧૬ જેટલા આરોપીઓની ધરપકડ કરવા માટે તેઓ વિશે માહિતી આપનારને સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે રૂ.૫ હજારથી લઈને ૩૦ હજાર સુધીના ઈનામો આપવાની જાહેરાત કરી છે. જે કોઈ વ્યકિત/બાતમીદારો આ આરોપીઓને પકડવા/પકડાવવામાં મદદરૂપ થાય અથવા આરોપીઓ વિશે સાચી,સચોટ અને ચોક્કસ માહિતી આપશે તો તેમને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ આપવામાં આવશે. માહિતી આપનારની સલામતી માટે તેમનું નામ કે ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
૧૬ આરોપી વિશે જોઈએ તો – (૧) હત્યાના આરોપી દુર્ગેશ રામપ્રિત યાદવ.(મૂ વ. શીલહટા , કટોટા જિ.દેવરીયા)(યુ.પી)ની ધરપકડ માટે રૂા.૨૦,૦૦૦નું ઈનામ (૨) હત્યાના આરોપી સુરેન્દ્ર જેના કેન્દ્ર જેના (મૂ વ. હવાપૂર, તા.વાદરા જિ.ગંજામ,(ઓરિસ્સા) માટે રૂા.૨૦,૦૦૦ ઈનામ (૩) હત્યાના આરોપી સંજય જયકરણ યાદવ માટે રૂા.૨૦,૦૦૦ (રહે. અંબિકનગર, નં-૨ પારડીગામ, સચિન સુરત, મૂ વ. પૈલાનીડેરા, જિ. બાંદા યુ.પી) (૪) હત્યાના પ્રયત્નમાં જાપ્તા ફરાર, આરોપી હબીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણ, માટે રૂા.૨૦,૦૦૦ રહે. ગુલનાઝનગર, ઉનપાટિયા, સુરત(મૂ વ. બરેલીયા થાના શેખપૂર,બિહાર (૫) આર્મ્સ સાથે ધાડના આરોપી શૈલેન્દ્ર અજયસિંહ ઠાકુર માટે રૂા.૩૦,૦૦૦ રહે. ડાહિયાગામ તા. બદલાપૂર, જિ. જોનપૂર, યુ.પી) (૬) આર્મ્સ સાથે ધાડના ગુના હેઠળના આરોપી અરવિંદસિંહ રામપ્રસાદસિંગ રાજપૂત માટે રૂા.૩૦,૦૦૦નું ઇનામ રહે સુરત, મુળ.. માનસાપુર,તા. ખપરાણ, જિ. જોનપુર, ઉ. પ્ર ) (૭) ધાડના આરોપી દશીરીયો ઉર્ફે, ધારિયો નાન્ટો રાઠવા માટે રૂા.૩૦,૦૦૦ (રહે.મૂળ. અંબાજા ગામ,સોંધવા, જિ.અલિરાજપુર) (૮) ધાડના આરોપી રંજન ઉર્ફે ગલીયા બીરબલ પરીડ માટે 30,000 (રહે, બારેટ ઇટીપુરા, તા. કેન્દ્રપડા, જિ.ગંજામ, ઓરિસ્સા) (૯) ગુજસીટોક (અસરફ નાગોરી ગેંગ)ના આરોપી અકરમ અમીન બકાલી માટે રૂા.૧૫૦૦૦ (રહે, ફ્લેટ નં-બી/૧૨૦૪, લાઈફ સ્ટાઈલ એપા. જૈનબ હોસ્પિટલની પાછળ, રાંદેર, સુરત. મૂળ રહે, ફૂલવાડી નગીના મસ્જિદની પાસે,દાણી પ્લોટ ધોરાજી, તા. ધોરાજી, જિ.રાજકોટ) (૧૦) ગુજસીટોક વિપુલ ગાજીપરા ગેંગના અંકિતકુમાર ઉર્ફે, ડૉક્ટર કરમવીરસિંગ ધરપકડ માટે રૂા.૧૫,૦૦૦નું ઇનામ રહે.જમાલપુર, બાંગર, મીરાપુર, જાનસટ, જિ. મુજફફરનગર, યુ.પી) (૧૧) ગુજસીટોક અને ખંડણી સજજુ કોઠારી ગેંગના આરોપી અલ્લારખ્ખા ગુલામ મુસ્તુફા શેખને પકડવા માટે રૂા.૨૦,૦૦૦ ઈનામ, રહે,૧/૧૯૬૭ જમરૂખ ગલી, નાનપુરા, સુરત, તથા ફ્લેટ નં-૧૦૨ કેજીએન કોમ્પ્લેક્સ, ખંડેરાવપુરા, કાદરશાની નાળ, સુરત. (૧૨) ગુજસીટોક અને ખંડણી સજજુ કોઠારી ગેંગના આરોપી ગુલામહુશેન હૈદરઅલી ભોજાણીની ધરપકડ માટે રૂા.૨૦,૦૦૦નું ઇનામ રહે. ફ્લેટ નં-૩૦૧ સી વિંગ, ફિરદોસ ટાવર, અડાજણ પાટિયા સુરત, (૧૩) પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી રાજૂ ઉર્ફે, સુદર્શન નારાયણ પવાર પારઘી માટે રૂા.૫,૦૦૦ રહે. વરેલીગામ, તા.પાલસાણા, જી.સુરત, મૂળ. ચીકલ, થાના, જિ. ઓરંગાબાદ, મહારાષ્ટ્ર. (૧૪) નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા માંથી ફરાર આરોપી ઉમેશ રામનાથ પ્રસાદ કાનૂને માટે રૂા.૫,૦૦૦ (રહે, મનપા આવાસ બિલ્ડિંગ નં-૧૩, રૂમ નં- ૨૬, ગોલ્ડન એપાર્ટ પાસે, ભેસ્તાન, સુરત. મૂળ. થાના બૈકુંઠપૂર, જી. ગોપાલગંજ,બિહાર) (૧૫) સુરત જિલ્લા જેલથી નામદાર કોર્ટ મુદ્દતે પોલીસ જાપ્તા સાથે મોકલવામાં આવેલ હતો. કોર્ટ મુદ્દતેથી પરત આવતા સચિન-વાંઝ ચાર રસ્તા પાસેથી પોલીસ જાપ્તા માંથી ભાગી ગયેલ આરોપી રાજેશ ઉર્ફે જેકેટ રૂા.૩૦,૦૦૦, (રહે, શાંતિનગર,કડોદરા, સુરત. મૂળ. રાજપૂત કોલ, મારિયા થાણા, રેન્હારા. જિ. મોતીહરી બિહાર. (૧૬) સુરત જિલ્લા જેલથી કોર્ટ મુદ્દતે પોલીસ જાપ્તા સાથે મોકલવામાં આવેલો અને કોર્ટ મુદ્દતેથી પરત આવતા સચિન-વાંઝ ચાર રસ્તા પાસેથી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ આરોપી પરભુ દેવકા ભોસલે માટે રૂા.૨૦,૦૦૦ (રહે, વેરાગઢ, તા.ચિખલી, જિ. બુલદાણા, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
ઉપરોકત ૧૬ આરોપી વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપનારને ઈનામ આપવામાં આવશે અને બાતમી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરની યાદીમાં જણાવાયું છે.