રાષ્ટ્રીય કલા કેન્દ્રના આંગણે કવિ ગનીભાઈ દહીંવાળાના જન્મદિવસ નિમિત્તે એક અનોખો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં લાસ્ય કલાવૃંદના કલાકારો દ્વારા ગનીચાચાની રચનાઓની સંવાદમય, નૃત્યમય અને ભાવમય વાંચીકમ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સંસ્થાના મહામંત્રી રૂપીનભાઈ પચ્ચીગરે પોતાનો પ્રતિભાવે આપતા કહ્યું હતું કે, ગનીચાચાએ કદી કલ્પના પણ કરી નહીં હોય કે એમની ગઝલ પર નૃત્ય થઈ શકે. આ કાર્યક્રમ કદાચ સાહિત્ય જગતમાં અલગ ચીલો પાડશે. કાર્યક્રમમાં પ્રેક્ષકોને આવકાર યામિની વ્યાસે આપ્યો હતો.
‘ગુજરાતના ગઝલ બુલબુલ ગનીચાચા‘ સંબોધન સાથે રૂપીનભાઈએ રાષ્ટ્રીય કલા કેન્દ્રના સ્થાપક તરીકે ગનીચાચા સાથેનાં સંસ્મરણૉ રજૂ કર્યા હતા. આભાર પૂર્ણિમા ભટ્ટે માન્યો હતો. આનંદની વાત તો એ હતી કે આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગનીચાચાના પૌત્ર યુનુસભાઈ અને દોહિત્ર ઈરફાનભાઈ હાજર રહ્યા હતા. એમની ઉપસ્થિતિ એ આખા કાર્યક્રમને ગૌરવંતો બનાવ્યો હતો. સંસ્થાના પ્રમુખ નયનાક્ષીબેન વૈદ્ય, જીગીષા દેસાઈ, હેમંત માવાવાળા, મયંક ત્રિવેદી, પ્રવીણભાઈ સારધિયા, દિલીપ ઘાસવાળા, પ્રશાંત સોમાની, દિનેશભાઈ વૈદ્ય અને જયનાબેન કાપડિઆએ કલાકારોનું પુસ્તક, પેન અને પુષ્પ દ્વારા સ્વાગત કર્યુ હતુ.