દેશની જ નહીં સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3 પર સ્થિર છે. 14 જુલાઈના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક મોરચે મોટી સફળતા તરીકે યોજના પ્રમાણે બધું થઈ રહ્યું છે. હવે આપણે ચંદ્રથી થોડા ડગલાં દૂર છીએ.
અત્યાર સુધી કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી શક્યો નથી. જો આપણે આ મિશનમાં સફળ થઈશું તો ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ચીન, અમેરિકા અને રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા છે. હવે આપણે 23 ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર ઉતરીને ઈતિહાસ રચશે.
21 ઓગસ્ટના રોજ ISROએ આ મિશન વિશે એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં ચંદ્રયાન-3 વિશે કેટલીક માહિતી શેર કરવામાં આવી હતી. આ સિવાય આજે એટલે કે 21 ઓગસ્ટે ઈસરોએ કેટલીક તસવીરો શેર કરી છે.
ISRO દ્વારા શેર આ તસવીરો લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન અને અવૉઇડન્સ કેમેરાથી લેવામાં આવેલા ચંદ્રના દુર્ગમ વિસ્તારોને દર્શાવે છે.
જણાવી દઇએ કે, આ કેમેરા ચોક્કસ ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. ચંદ્રયાન-3નું મિશન ચંદ્રની સપાટી પર હાજર ઊંડી ખાઈનું અન્વેષણ કરશે. જો કે હવે આગામી દિવસોમાં ચંદ્રયાન-3ના મિશનનું શું નિષ્કર્ષ નીકળશે. દરેકની નજર તેના પર ટકેલી રહશે.