ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પાણીપુરી ખાધી અને લસ્સી બનાવતા પણ જોવા મળ્યા હતા. કિશિદાએ ભારતીય ભોજનનો બરાબરનો આનંદ માણ્યો. બંને નેતાઓ પાર્કની બેન્ચ પર બેઠા અને કુલડીમાં લસ્સી પીધી અને સાથે અલક-મલકની ચર્ચા પણ કરી.
મોદી અને કિશિદાએ બાલ બોધિ વૃક્ષ પાસે પ્રાર્થના કરી હતી. પુષ્પાંજલિ પછી, તેમણે પાર્કમાં ચાલતી વખતે વાત કરી. આ પહેલા તેઓ હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીને મળ્યા હતા.
આ મૂલાકાત દરમિયાન જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ ભારત-જાપાન સંબંધોને વિસ્તૃત કરવાનો સંકલ્પ લીધો હતો. PM નરેન્દ્ર મોદી અને Fumio Kishida વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વિસ્તારવાનો સંકલ્પ કરે છે