ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો તહેવાર કોઈપણ પ્રતિબંધ વગર ધામધૂમથી ઉજવવાશે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને નાચી શકશે. રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રીમાં લાઉડ સ્પીકરના સમય અંગે પરિપત્ર જાહેર કર્યો છે.
ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને જારી કરેલા કરેલા પરિપત્ર અનુસાર નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.
જાહેરાત સાથે જ ખેલૈયાઓમાં ખુશી છવાઈ ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ જાણકારી ટ્વિટ કરીને આપી છે. જેના પર ગણતરીની મિનિટોમાં આભાર વ્યક્ત કરતી ખુશીની કોમેન્ટ્સનો મારો શરૂ થઈ ગયો હતો.