જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન દેખાયાના સમાચાર છે. કહેવાય છે કે રવિવારે મોડી રાત્રે સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ડ્રોન જોવા મળ્યું હતું. ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સુરક્ષા દળોએ સાંબા જિલ્લાના ચિલિયારી વિસ્તારના સરહદી ગામમાં એક ડ્રોન ઉડતું જોયું. લગભગ 12 મિનિટ સુધી ડ્રોન જોવા મળ્યું, જે લગભગ 500 મીટરની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. આ પછી ડ્રોન પાકિસ્તાન તરફ ફરી ગયું.
ઉલ્લેખનીય છે કે, સાંબા જિલ્લામાં એક મહિનામાં આ બીજું ડ્રોન જોવા મળ્યું છે. અગાઉ જૂનમાં સાંબાના સુનુરા-ગગવાલ ગામમાં ડ્રોન જોવા મળ્યું હતું. 3 જૂને સાંબા આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું.